વલસાડ,19 જૂન : કેન્દ્ર સરકાર થાત રાજય સરકારની સૂચના અનુસાર લોકડાઉનમાં કામદારો-મજુરો પોતાના વતનમાં સ્થળાંતરિત થયા હતાં.આવા શ્રમયોગીઓ અનલોક દરમિયાન ફરી પોતાના કામના સ્થાને આવવા માંગતા હોય અથવા વલસાડ જિલ્લામાં સ્થળાંતરીત થયેલા મજુરો/શ્રમયોગીઓને તેમના રોજગારના સ્થળે પાછા જવા માંગતા હોય તો તેઓને જરૂરી મદદ સરકારી શ્રમ આયુકતની કચેરી દ્વારા પુરી પાડવામાં આવશે.આ ઉપરાંત સરકાર દ્વારા શ્રમયોગીઓને લાભકારક હોય તેવી તમામ યોજનાઓની જરૂરી જાણકારી આપવાની રહે છે.આ બન્ને સુચનોના પાલન માટે વલસાડ જિલ્લા સરકારી શ્રમ અધિકારીની કચેરી,વાપી ખાતે હેલ્પ ડેસ્ક સેન્ટરની રચના કરવામાં આવી છે.જેમાં શ્રમયોગીઓ કોઇપણ મદદ માટે સવારે 10.30 થી સાંજે 6.10 કલાક દરમિયાન મળી શકે છે, અથવા મદદનીશ શ્રમ આયુકતની કચેરી,વલસાડના ફોન નં-02632- 253604 હેલ્પ ડેસ્ક સેન્ટરનો સંપર્ક કરી શકે છે.


