વલસાડ, 12 જૂન : વાપી પાલિકા હદ વિસ્તારમાં કુંભારવાડની ઉત્કર્ષ સોસાયટીમાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી માટે પેવર બ્લોકનો માર્ગ ઉખેડી નાંખ્યો હતો.ભૂગર્ભ ગટરની કામગીરી થયા બાદ માર્ગ ન બનતા હાલ સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે.વાપીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે એવા સંજોગમાં વરસાદી પાણી ભરાતા અને માર્ગ ઉપર માટી પથરાયેલી હોવાથી કુંભારવાડના ઉત્કર્ષ સોસાયટીના રહીશોની હાલત દયનીય બની છે.પાલિકાએ ભૂગર્ભ ગટર બનાવવા માટે પેવર બ્લોકનો માર્ગ ખોદી નાંખ્યો હતો.ગટર બની ગયા બાદ નવો માર્ગ ન બનાવીને માત્ર માટી પુરાણ કરીને છોડી દેવાયો હતો.