વલસાડ,17 જૂન : કોંગ્રેસ દ્વારા મંગળવારે DGVCL કચેરીએ આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે દેશમાં લોક ડાઉન ને લઇ ગરીબ મધ્યમ વર્ગ તેમજ અમીર લોકો ઘરે બેઠા છે સરકારની જાહેરાત મુજબ વીજ બિલ દીઠ 100 યુનિટ માફ કરવાનો હુકમ થયેલ છે જેથી માર્ચ એપ્રિલ મે અને જૂન માસના 400 યુનિટ માફ થાય તો તમામ વર્ગને ઘણો જ ફાયદો થાય તેમ છે તેમજ દર બે માસની જગ્યાએ દર મહિને બિલ મોકલવા પણ વિનંતી કરાઇ હતી.


