– કોરોનાને લઇ ડિરેકટરોની મુદ્દત વધી
વાપી : વાપી ગ્રીન એન્વાયરો લિ.ની બુધવારે મળેલી વાર્ષિક સાધારણ સભામાં વર્તમાન ડિરેકટરો અને મેમ્બરોએ સીઇઓ યોગ્ય રીતે કામગીરી ન કરતાં હોવાનો બળાપો ઠાલવ્યો હતો.આ મુદે એક મહિનામાં નવા સીઇઓની નિમણૂંક અંગેનો નિર્ણય લેવાયો હતો.જયારે કોરોનાના કારણે હાલ ડિરેકટરોની ચૂંટણી યોેજાઇ તેમ ન હોવાથી આગામી એજીએમ સુધીની મુદ્ત ડિરેકટરોને આપવાનો નિર્ણય લેવાયો હતો.ગ્રીન એન્વાયરોની ઓફિસ અન્ય સ્થળે ન ખસેડવા અંગે નિર્ણય લેવાયો હતો.
વાપી ગ્રીન એન્વાયરો લિ.ની બુધવારે મળેલી વાર્ષિક સાધારણમાં વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી.ખાસ કરીને આ વર્ષે કોરોનાના કારણે ગ્રીન એન્વાયરોના ચાર ડિરેકટરોની ચૂંટણી યોેજાઇ નથી.જેથી આ મામલે એજીએમમાં ડિરેકટરોને આગામી એજીએમ સુધીની મુદ્ત વધારવાનો નિર્ણય લેવાયો હતો.જયારે સરકારી ડિરેકટરોની બે વર્ષની મુદ્ત વધારવામાં આવી હતી.જયારે ગ્રીન એન્વાયરોના સીઓ યોગ્ય રીતે કામગીરી ન કરતાં હોવાની રજૂ્આત ડિરેકટરો અને મેમ્બરોએ કરી હતી.જે મુદ્ે આગામી એક માસમાં નવા સીઓની નિમણૂંક કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો.આ વખતે ગ્રીન એન્વાયરોના 4 ડિરેકટરોની ચૂંટણી ટળી છે.જેને લઇ મેમ્બરોમાં હાંશકારો જોવા મળ્યો છે.


