વલસાડ, 19 જૂન : વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ એક બિલ્ડીંગમાં બે મહિલા અને બે પુરૂષ દિવસ ચેનચાળા કરતા બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ તે અંગે પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોચતા પોલીસને ચારેય ઈસમો જાહેરમાં નિર્લજ્જપણે ચેનચાળા કરતા દેખાઈ આવ્યા હતા.
ગુજરાત પોલીસ એકટ કલમ 110 અને 117 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રામ એપાર્ટમેન્ટમાં બુધવારે સાંજે બે મહિલા અને બે પુરુષ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા દેખાઈ આવતા ફ્લેટ નંબર 303માં રહેતા શુભાંગી અજયભાઈ માને એ આ અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.તાત્કાલિક મહિલા પીએસઆઈ સાથે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.જ્યાં ચારેય ઈસમો જાહેરમાં નિર્લજ્જપણે બિભત્સ ચેનચાળા કરતા મળી આવ્યા હતા. પોલીસે બંને સ્ત્રી નું નામ પુછતા એકનું નામ નિમિષાબેન સોમાભાઈ બાત્રે ઉમર ૩૨ રહે કાંકરીયા મોરા સોળસુંબા ઉમરગામ જ્યારે બીજી એ પોતાનું નામ સરલા રામ જયસ્વાલ ઉંમર વર્ષ 42 ધંધો બ્યુટી પાર્લર રહેવાનું શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301 માં જણાવ્યું હતું.તો પકડાયેલો પુરુષ લલિતકુમાર રામકિશન કાપડિયા 41 ઉષા અપાર્ટમેન્ટ ઉમરગામ અને બીજાએ ચંપક લાલ સુથાર ઉમર વર્ષ 37 જીઆઇડીસી કોલોની ઉમરગામના હોવાનું જણાવ્યું હતું.પકડાયેલી મહિલા અને બંને પુરુષથી સરલાના ઘરે આવવાનું કારણ પૂછતાં તમામે અલગ-અલગ સ્ટેટમેન્ટ આપતા પોલીસે તમામની અટક કરી તેઓ વિરૂદ્ધ ગુજરાત પોલીસ એકટ કલમ 110 અને 117 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતી સરલા જયસ્વાલ જે ફ્લેટ નંબર 301 માં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવી તેની આડમાં કુટણખાનું ચલાવતા હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ કેસમાં પોલીસ યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવું છે.