વલસાડ, 01 જુન : લોકડાઉન બાદ હવે વાપી ડેપોએ પણ નિયમોના અમલ સાથે વિવિધ રૂટો પર બસ સેવા શરૂ કરી છે,ઉમરગામ,કપરાડા, ચીખલી,સુરત સહિત 15 ટ્રીપો દોડાવામાં આવી રહી છે.બસોમાં 50 સીટ પર 30 મુસાફરો સામાજિક અંતર સાથે બેસી શકે તે વ્યવસ્થા કરાઇ છે.લોકડાઉનના કારણે ઘણાં દિવસો સુધી એસટી બસો બંધ રહી હતી પરંતુ મોડે-મોડે વાપી એસટી ડેપોએ બસ સેવાનો પ્રારંભ કર્યો છે. હાલ ગણતરીના રૂટો પર જ બસો દોડાવાનો નિર્ણય લીધો છે.જેમાં ઉમરગામ,કપરાડા,ચીખલી,સુરત,સેલવાસ,દમણ,વલસાડ સહિતના રૂટો પર રોજના 15 ટ્રીપો દોડાવામાં આવી રહી છે.ખાસ કરીને એસટી બસોમાં કોરોના વાઇરસ ફેલાય નહિ તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.50 સીટો પર 30 મુસાફરોને બેસાડવામાં આવી રહ્યાં છે.3ની સીટ પર બે અને બેની સીટ પર એક મુસાફર સામાજિક અંતર રાખીને મુસાફરી કરી રહ્યાં છે.