By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાપી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હતો પ્લાન !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હતો પ્લાન !
GeneralSouth Gujarat

વાપી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હતો પ્લાન !

HM News
Last updated: 30/05/2023 10:13 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

વાપી : બદલાની આગ સૌથી ઘાતક માનવામાં આવે છે.બદલા લેવાની જીદ ના કારણે અનેક પરિવારો અને પેઢીઓ તબાહ થઇ ગયાના અનેક દાખલાઓ ઇતિહાસમાં જોવા મળે છે.ત્યારે રાજ્યના છેવાડે આવેલ વાપીના કોચરાવા ગામે બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલ લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો.વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.જિલ્લા પોલીસે આ મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના દિવસ રાતની મહેનતના પગલે 5 આરોપીઓની ધરપકડ થઈ છે.ત્યારે ફિલ્મી સ્ટોરી ને પણ ટક્કર આપે તેવી રીતે શૈલેષ પટેલની હત્યા માટે બનેલા ફુલપ્રુફ પ્લાન શું હતો?

વલસાડના વાપીમાં ગઈ 8 મી તારીખે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરિંગ કરી અને હત્યાનો બનાવ બન્યો હતો.મૃતક શૈલેષ પટેલ પરિવાર સાથે રાતા ગામના મંદિરમાં દર્શન કરવા ગયા હતા.પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ ગાડીમાં રાહ જોઈ રહ્યા હતા.એ વખતે જ એક બાઈક પર આવેલા હુમલાખોરોએ શૈલેષ પટેલને પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા હતા.આથી ઘટના સ્થળેજ શૈલેષ પટેલ નું મોત નિપજ્યું હતું . ભાજપના અગ્રણીની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતક શૈલેષ પટેલ નાજ ગામ કોચરવાના અન્ય એક પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી.સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ આ હત્યાકાંડમાં શરૂઆતમાં પોલીસને આ મામલે કોઈ ઠોસ સબૂત ન મળતા આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું.જોકે વલસાડ જિલ્લા પોલીસે આખરે આ સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.અને પાંચ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે

પોલીસના હાથે લાગેલા આરોપીઓની યાદી પર એક નજર કરીએ તો શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ,વિપુલ ઈશ્વર પટેલ,મિતેશ ઈશ્વર પટેલ,અજય સુમન ગામીત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે.પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, 8 મેં ના રોજ શું બન્યું હતું ?

આરોપીઓ ડિસેમ્બર 2022 થી 10 મી જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા.ત્યાર બાદ શૈલેષ પટેલની હત્યા માટે આરોપીઓએ રેકી પણ કરી હતી.જોકે જે આરોપીઓએ સોપારી આપી હતી તેમના પર કોઈ શક ન જાય તે માટે આરોપીઓએ કોઈપણ રીતે એકબીજાના સંપર્કમાં રહ્યા વિના હત્યાકાંડને અંજામ આપવા માંગતા હતા.પરંતુ એક વર્ષ અગાઉ સફળતા ન મળતા શાર્પ શૂટરો વતન પરત ફરી ગયા હતા.જોકે ત્યારબાદ ફરી એક વખત ગઈ ત્રીજી તારીખે આરોપીઓ ફરી પાછા શૈલેષ પટેલની હત્યા કરવા વાપી પહોંચ્યા હતા

શું હતું બાદલપુરનું કારણ, 10 વર્ષ પહેલા શું બન્યું હતું ?

મૃતક શૈલેષ પટેલ ના પરિવાર અને તેમના જ ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડો ચાલ્યો આવતો હતો.આથી આરોપીઓ છેલ્લા દસ વર્ષથી બદલો લેવાની રાહ જોઈ રહ્યા હતા.જોકે આખરે એક વર્ષ અગાઉ આરોપી સરદ ઉર્ફે સદીયો પટેલ અને તેના પારિવારિક ભાઈઓ એ દમણ માં યુપીની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગ ને ત્રણ લેયરમાં શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા 19 લાખ ની સોપારી આપી હતી

શું હતો પોલીસ માટે હતો પડકાર ?

આરોપીઓ વાપી થી હત્યાને અંજામ આપ્યા બાદ એકજ બાઈક પર ત્રણ આરોપીઓ પુર ઝડપે વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા.મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો.અને ત્યારબાદ બાકીના બે આરોપીઓ બાઈકમાં છે.મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા.આથી આરોપીઓનું પગેરૂ મેળવવા વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટર જેટલા વિસ્તારના સેકન્ડો સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.

ભાજપ અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસ નો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ.રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે દિવસ રાત ઉજાગરા કરી અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના દેશના અનેક રાજ્યોમાં ધામા નાખ્યા હતા.અને અંતે મોત ની સોપારી આપનાર કોચરવા ગામ ના 3 આરોપી અને 2 કિલર ને રૂપિયા પહુંચાડનાર આમ કુલ 5 આરોપી પોલીસ પાંજરે પૂરાયા છે. પરંતુ આ ખતરનાક કોન્ટ્રાક્ટ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ હજુ પણ દેશના અન્ય રાજ્યોમાં પડાવ નાખી અને બેઠી છે.આથી આગામી દિવસોમાં શૈલેષ પટેલની હત્યાના કરનાર ગેંગના આકાઓ સુધી પહોંચવામાં વલસાડ જિલ્લા પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોઈ રહ્યું.

સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો, અમદાવાદમાં સેલરમાંથી પાણી નિકાલ માટે સોસાયટીએ હવે વ્યવસ્થા કરવી પડશે
કતારગામમાં ધોળે દિવસે બંધ ઘરનું લોક તોડી પ્રૌઢ રૂ.1.90 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર
રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ 53
ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં તબદીલ, 300થી વધુ જવાનો ખડકી દેવાયા
ઇઝરાયલે ચીન પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો તાજેતરના વિવાદમાં ‘યહૂદીઓ’ને લઇને શું-શું બોલી ગયું ચીની મીડિયા
Share This Article
Facebook Email Print
Previous Article ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજના પતરાને નુકશાન પહોંચ્યુ
Next Article ગુજરાતના ખેડૂતો હવે ભગવાન ભરોસે ! સંવેદનશીલ સરકારમાં વધુ એક સરકારી સહાય યોજના બંધ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up