– ડ્રેનેજ લાઇનમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે યોગેશ્વર કેમિકલને પણ કલોઝર
વાપી : વાપી થર્ડ ફેઇઝ વિસ્તારરમાં આવેલી વાઇટલ લેબોરેટરી કંપનીમાં થોડા દિવસો પહેલા બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ભભુકી ઉઠી હતી.આ ઘટનમાં વાપી જીપીસીબીની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.આ કેસમાં જીપીસીબીએ વાઇટલ કંપનીને કલોઝર ફટકારી છે.સાથે 1 કરોડના દંડ પણ કર્યો છે.જો કે અન્ય વાપીની યોગેશ્વર કેમિકલને ડ્રેનેજમાં પ્રદૂષિત પાણી મામલે કલોઝર ફટકારી છે.વાપી થર્ડ ફેઇઝ સ્થિત વાયટલ કંપનીના પહેલા માળે 10 દિવસ પહેલા બ્લાસ્ટ બાદ મોડી રાત્ર સુધી પ્રચંડ ધડાકા થયા હતાં. 15 કલાકે માંડ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના સંદર્ભે ફેકટરી ઇન્સ્પેકટર,જીપીસીબી સહિત વિવિધ જવાબદાર અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.કંપનીમાં સુરક્ષા અંગે ખામી તથા મોટી દુર્ધટનાને લઇ જીપીસીબીએ વાયટલ કંપનીને કલોઝર નોટિશ ફટકારી છે.આ સાથે 1 કરોડના દંડ પણ ફટકારવામાં આવ્યો છે.એનજીટીના આદેશ મુજબ હવે મોટી ઘટનામાં પર્યાવરણની સુરક્ષા માટે ડીપોઝીટ (દંડ) પણ લેવામાં આવી રહી છે.
જયારે વાપી જીઆઇડીસીમાં આવેલી યોગેશ્વર કેમિકલ કંપનીએ વોશ પાઇપથી પ્રદુષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદ જીપીસીબીમાં પહોંચી હતી.આ કેસમાં જીપીસીબીએ સઘન તપાસ કરી યોગેશ્વર કેમિકલને પણ નોટિશ ફટકારી છે.આમ છેલ્લા છેલ્લા થોડા દિવસોમાં એકી સાથે બે એકમોને કલોઝર મળી છે.


