[weather_data]
Breaking News
TRENDING NEWS

વાપી- સેલવાસ રોડ ઉપર ડિમોલિશન બાદ ફરી દબાણો થવા માંડયા, તંત્ર હજુ નિદ્રાધીન

[updated_date] [post_views]

Table of Content

વાપી-સેલવાસ રોડ ઇમરાનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન પાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતુ,પરંતુ ફરી આ માર્ગ પર ધીમે-ધીમે દબાણ થઇ રહ્યું છે. જેને લઇ ફરી સ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે.મેગા ડિમોલિશન માત્ર ઔપચારિક ન બની રહે તે માટે પોલીસ અને સરકારી તંત્ર ફરી સ્થળ નિરીક્ષણ કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.

જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી ઝાલાના માગદર્શનમાં એક માસ અગાઉ વાપી-સેલવાસ રોડ 80થી વધુ નાના-મોટા દબાણો દુર કરવામાં આવ્યાં હતાં.બંને છેડે આઠ-આઠ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.આ કામગીરીને લોકોએ બિરદાવી હતી,પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે.ફરી વાપી-સેલવાસ રોડ દબાણો કરવામાં આવી રહ્યાં છે.આડેધડ કારોનું પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

ટાઉનમાં ડિમોલિશન માટે મુહૂર્ત ક્યારે
વાપી પાલિકા દ્વારા ટાઉનમાં માર્ગને અડચણરૂપ દબાણો હજુ હટાવામાં અાવ્યા નથી. પાલિકાના પદાધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે એક સમિતિ રચી દબાણો હટાવાની કામગીરી કરાશે,પરંતુ હજુ સુધી કમિટિ પણ રચાઇ નથી.એટલે મુહૂર્ત પણ નીકળ્યું ન હોવાની લોકોમાં ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles