– બાલાજી સીરામીકનો માલિક જુગાર રમાડતો હતો
વાપી : વાપી જીઆઇડીસી પોલીસે બુધવારે બીજી-બી કોમ્પ્લેક્ષમાં આવેલ બાલાજી સીરામીક એન્ડ સેનીટરી વેર્સ દુકાનમાં રેઇડ કરતા અંદર ચાર ઇસમો જુગાર રમતા મળ્યા હતા.સ્થળ ઉપરથી ગંજીપાના,દાવ પરના રોકડા 7,000 તથા આરોપીઓની અંગજડતીમાંથી 55020 તથા મોબાઇલ નંગ-5 કિં.રૂ.27,000 મળી કુલ 89020નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી જીઆઇડીસી પોલીસે હાથ ધરી હતી.પકડાયેલા તમામ આરોપીઓ વાપીમાં ટાઇલ્સના વેપારીઓ હોવાનું જાણવા મળ્યું છે.
આ વેપારી ઝડપાયા|
આરોપી હિંમત ગંગારામ પટેલ ઉ.વ.50 રહે.ફ્લેટ નં.બી-108 સરગમ સોસાયટી ઘાટકોપરની બાજુમાં ગુંજન વાપી,બાબુ ધિરૂ પટેલ ઉ.વ.55 રહે.112 કૈલાશધામ સોસાયટી પુણા ગામ સુરત,રાજેન્દ્ર નાનજી પટેલ ઉ.વ.35 રહે.ફ્લેટ નં.405 યોગી કૃપા કો.ઓ.હા.સોસાયટી ચણોદ કોલોની વાપી અને મનીષ જયંતી મોડીયા ઉ.વ.43 રહે.305 નિલગગન એપાર્ટમેન્ટ ચણોદ કોલોની વાપી જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.જે પૈકી આરોપી હિંમત ગંગારામ પટેલએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના ગોડાઉનમાં જુગાર રમવા અન્ય વેપારીઓને બોલાવ્યા હતા.