By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વારાણસીમાંથી કરોડોની નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કિટ જપ્ત : પાંચની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વારાણસીમાંથી કરોડોની નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કિટ જપ્ત : પાંચની અટકાયત
GeneralNational

વારાણસીમાંથી કરોડોની નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કિટ જપ્ત : પાંચની અટકાયત

HM News
Last updated: 03/02/2022 5:32 AM
HM News
3 years ago
Share
SHARE

– નકલી કોવિશીલ્ડ અને ઝાયકોવ ડી વેક્સિન અને નકલી કોવિડ ટેસ્ટિંગ કિટનું મોટા પાયે નિર્માણ થતું હતું

વારાણસી : વારાણસી જિલ્લામાં નકલી કોવિશીલ્ડ અને ઝાયકોવ ડી વેક્સિન તથા નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ મોટા પાયે બનાવવામાં આવતી હોવાની માહિતી મળ્યા પછી એસટીએફના ફિલ્ડ યુનિટ,વારાણસીએ કાર્યવાહી કરી છે.ચોક્કસ બાતમીને આધારે એસટીએફએ દરોડા પાડીને ઘટના સ્થળેથી મોટા પ્રમાણમા નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ જપ્ત કરી હતી અને પાંચ લોકોની અટકાયત કરી હતી.

એસટીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી છે.પૂછપરછ પછી સમગ્ર કેસ સપાટી પર આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવી છે.આ સંદર્ભમાં લંકા પોલીસ સ્ટેશનમાં એસટીએફની તરફથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

એસટીએફના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ રાકેશ થવાની (વારાણસી), સંદીપ શર્મા (વારાણસી), લક્ષ્ય જાવા(નવી દિલ્હી), શમશેર(નાગપુર) અને અરૂણેશ વિશ્વકર્મા(વારાણસી) તરીકે કરવામાં આવી છે.

આ આરોપીઓની પાસેથી નકલી ટેસ્ટિંગ કિટ, નકલી કોવિશિલ્ડ વેક્સીન, નકલી ઝાઇકોવ ડી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી વાયલ અને સ્વાબ સ્ટિક જપ્ત કરવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન રાકેશ થવાનીએ જણાવ્યું છે કે તે સંદીપ શર્મા, અરૂણેશ વિશ્વકર્મા અને શમશેરની સાથે મળીને નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવતો હતો અને તે લક્ષ્ય જાવાને સપ્લાય કરતો હતો અને તે પોેતાના નેટવર્ક દ્વારા અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતો હતો.

જપ્ત કરવામાં આવેલી દવાઓ અને કોવિડ કિટનું બજાર મૂલ્ય અંદાજે ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.ડ્રગ લાયસન્સ ઓથોરિટીના અધિકારી કે જી ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ જપ્ત કરાયેલ વેક્સીનનો જથ્થો નકલી હોવાનું લાગી રહ્યું છે.આરોપીઓ વિરુદ્ધ લંકા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મેં શી જિનપિંગ સાથે વધુ સમય વિતાવ્યો, તેમના મતે 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાયઃ જો બાઈડન
દિલ્હીથી વડોદરામાં વિમાન માર્ગે દારૂ લાવનાર ભાજપના કાર્યકર પાર્થ શ્રીમાળીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયો
બે કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્ર ની બેંક સાથે 112 કરોડ ની છેતરપીંડી
ચીને લીધો મોટો નિર્ણય : ફોરેન નેશનલના વીઝા અને રેસિડન્ટ પરમિટ કેન્સલ
ભારતે કોરોના વાયરસના લક્ષણો શોધ્યા, દવા બનાવવામાં અંદાજે એક વર્ષનો સમય લાગશે
Share This Article
Facebook Email Print
Previous Article ટેસ્લા વધુ એક વિવાદમા : તેના પર વંશીય ભેદભાવનો આરોપ મૂકાયો
Next Article અમિતાભ બોલિવૂડના ક્રિપ્ટો કિંગ : રૂ. 1.6 કરોડના રોકાણ પર 112 કરોડમળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up