કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો આ દેશને ગૃહ યુદ્ધ તરફ ધકેલી રહ્યા છેઃ સાક્ષી મહારાજ
બેંગ્લુરુ,તા.૨૧
અમે ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ પર ભારે પડીશું તેવુ ભડકાઉ નિવેદન આપનાર ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રિય પ્રવક્તા અને મુંબઈના ધારાસભ્ય રહી ચુકેલા વારિસ પઠાણ સામે પૂણેમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
બીજી તરફ ભાજપ સહિતના બીજી પાર્ટીના નેતાઓ પણ હવે વારિસ પઠાણના નિવેદન સામે આકરા નિવેદનો કરી રહ્યા છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યુ હતુ કે, વારિસ પઠાણ દેશમાં ધાર્મિક સદભાવ ખરાબ કરવાની કોશીશ કરી રહ્યા છે. અમે પણ પથ્થરનો જવાબ પથ્થર અને તલવારનો જવાબ તલવારથી આપવાનુ જાણીએ છે.
ભાજપના તેલંગાણાના ધારાસબ્ય ટાઈગર રાજા સિંહે કહ્યુ છે કે, અમે તો તૈયાર છે. જેટલા હોય તેટલા આવી જાવ. જ્યારે ભાજપના કાનપુરના સાંસદ સત્યદેવ પચૌરીએ વારિસ પઠાણનો વિડિયો શેર કરતા કહ્યુ હતુ કે, ક્યારેક યુપીમાં પણ આવો.
ભાજપના નેતા સાક્ષી મહારાજે કહ્યુ હતુ કે, કેટલાક કટ્ટરરવાદી મુસ્લિમો આ દેશને ગૃહ યુધ્ધ તરફ ધકેલી રહ્યા છે. વારિસ પઠાણ અને શરજિલ જેવા લોકોના ઈરાદા ગઝવા એ હિન્દના છે. સરકારે તેના પર ગંભીર કર્યવાહી કરવી પડશે. સીએએના કારણે આવા લોકોના ચહેરા ખુલ્લા પડી ગયા છે. સારી વાત છે કે, દેશના રાષ્ટ્રવાદી મુસ્લિમો વારિસ પઠાણનો વિરોધ કરી રહ્યા છે.
દરમિયાન મોદી સરકારના મત્રી ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે, કોંગ્રેસ, આરજેડી અને દેશના ટુકડે ટુકડે ગેંગને પૂછવા માંગુ છું કે, શું તે હિન્દુસ્તાનને પાકિસ્તાન બનાવવા માંગે છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ કહ્યુ છે કે, વારિસ પઠાણની ધરપકડ કરવામાં આવે. એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમની જેમ કામ કરી રહી છે. ભાજપના અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા જેવા નેતાઓની પણ ધરપકડ થવી જોઈએ.
વારિસ પઠાણના નિવેદન સામે ભાજપ નેતાઓ લાલઘૂમ

Leave a Comment

