મુઝઝફરનગર :એઆઇએમઆઇએમના નેતા વારિસ પઠાણના વિવાદિત નિવેદનનો મુસ્લિમ સંગઠને પૂતળું સળગાવીને વિરોધ કર્યો હતો .એટલું જ નહીં પરંતુ એવી પણ ઘોષણા કરવમાં આવી છે કે જે પણ પઠાણનું માથું કાપી લાવશે તેને 11 લાખનું ઇનામ આપવામાં આવશે. તેમજ પઠાણનો વિરોધ કરી દેશદ્રોહ જાહેર કર્યો છે સાથે જ હક એ હિન્દુસ્તાનના મોરચાના અકિલા રાષ્ટ્રીય સંયોજક તમન્ના હાશ્મીએ કહ્યું કે વસીમ પઠાણ પાકિસ્તાનની ભાષા બોલે છે. આ ભાષા દેશદ્રોહીઓની ભાષા છે. આવા લોકોનું માથું વાઢી નાખવું જોઈએ.જે લોકો પઠાણનું માથું કલમ કરી લાવશે તેને 11 લાખ રૂપિયાનું અકીલા ઇનામ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એઆઇએમઆઇએમના નેતા વારિસ પઠાણએ કર્ણાટકના ગુલબર્ગામાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રેલી યોજી હતી જેમાં કહ્યું હતું કે હજુ તો અમે મહિલાઓને આગળ કરી છે પરંતુ ધ્યાન રાખજો કે હજુ શેરનીયા જ બહાર આવી છે. ત્યાં તમને પસીનો છૂટી રહ્યો છે. તો તમે વિચારી શકો કે જો અમે ભાર આવી ગયા તો તમારું શું થશે. અમે 15 કરોડ છીએ તો પણ 100 કરોડ પર ભારે પડી શકીએ છીએ યાદ રાખજો.