મુંબઈ : ઔરંગાબાદના સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ચિરંજીવી પ્રસાદના મોટા દીકરા રામેન્દ્ર પ્રસાદે મુંબઈની વાર્ષિક ૮૧ લાખ પગારની નોકરી છોડી યુપીએસસીની તૈયારી કરી હતી અને તેમાં તેણે ૧૮૦મા સ્થાને આવી સફળતા મેળવી છે.આઈઆઈટી ખડકપુરથી બીટેક થયા બાદ તેને મુંબઈની એક કંપનીમાં વાર્ષિક ૮૧ લાખનું પૅકેજ મળ્યું હતું.પરંતુ પિતાની જેમ સરકારી અધિકારી બની દેશસેવા કરવાની મહેચ્છાથી તેનું મન નોકરીમાં લાગતું નહોતું.આથી જાલનાના એક આશ્રમમાં એકલા રહી તૈયારી કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની કપરી જીત હાંસિલ કરી છે.


