– વાલક સરથાણા ગ્રુપ ગ્રામ પંચાયતની હેસિયાતમાં કરારમાં સહી કરવાનો કોઈ હક્ક અધિકાર ન ધરાવતા હોવાછતાં સહી કરી જમીન પેટે લીધેલી રકમ સરકારમાં જમા કરાવવા ના બદલે અંગત કામમાં વાપરી નાખી હોવાનો આરોપ
– મુખ્ય મંત્રી,ભાજપ પ્રદેશ અધ્યક્ષ,રાજ્યપાલ સહિત ACB માં લેખિતમાં ફરિયાદ કરી ન્યાય ની અપીલ કરાઈ
સુરત,તા.26 મે 2023,શુક્રવાર : વાલક ગામમાં ગૌચરની જમીનના સોદા પ્રકરણમા ઠગબાજ ડેપ્યુટી સરપંચના હાથે છેતરાયેલા વલ્લભભાઈએ ન્યાય માટે કલેકટરના ઢવાર ખખડાવ્યા છે.એટલું જ નહીં પણ CM,ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્યપાલ ને લેખિતમાં અરજી કરી ડેપ્યુટી સરપંચ હમિદ મહિડાની અપ્રમાણસર મિલકતને બહાર લાવવા ACB દ્વારા તપાસ કરાવવાની માગ કરી ન્યાયની અપીલ કરી છે.વલ્લભભાઈને 2004માં હમીદ કાલુભાઈ મહિડા સહિત ત્રણ જણા એ છેતરવાના ઇરાદે ગૌચરની જમીન વેચી 3.48 કરોડ પડાવ્યા બાદ 2007 સુધી જમીન નામ પર ન કરી આપતા વિવાદ શરૂ થયું હતો.એટલું જ નહી પણ પોતાના કરોડો રૂપિયાની ઉઘરાણી કરતા વલ્લભભાઈ ને ધક્કા ખવડાવી મારી નાખવાની ધમકી અપાતા સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.
વલ્લહભભાઈ રાદડિયા (ખેડૂત) એ જણાવ્યું હતું કે વાલક સરથાણા ગૃપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હમીદભાઈ કાલુભાઈ મહીડા,મહેબૂબ મહિડા અને યુસુફ મહિડા એ આયોજન પૂર્વક છેતરવાના ઇરાદે જ ગૌચરની જમીન બતાવી અમારી પાસે પહેલા 1.40 કરોડ અને ત્યારબાદ બાકીની રકમ મળી ટોટલ 3.48 કરોડ પડાવ્યા હતા.ત્યારબાદ મોઢું છુપાવતા ફરતા હતા.એક જ વાત કરતા ગોચર ની જમીન વેચાણ માટે સરકારમાંથી પરવાનગી મેળવવાની છે એવુ કહી મહિનાઓ નહિ વર્ષો કાઢી નાખ્યા છે.નવાઈ ની વાત એ છે કે વાલક પંચાયતની બંને જમીનોનુ વેચાણ કરવા તેઓ સક્ષમ છે અને તેઓને જમીનનુ વેચાણ કરવા હકક અને અધિકાર છે તેવું કહી MOU કરી આ ત્રણેય એ ગોચર ની જમીન વેચી છે.એટલું જ નહીં પણ અમારી સાથે જ નહીં પણ સરકાર સાથે પણ છેતરપીંડી કરી હોય એમ કહી શકાય છે.વિશ્વાસ અને ભરોસો રાખી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીગ યાને સમજુતીનો કરાર તા. 28 જુલાઈ સને 2004 ના રોજ હમીદભાઈ કાલુભાઈ મહીડા તે વાલક સરથાણા ગૃપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના હોદદાની રૂએ જી.પી.વાંસીયા એડવોકેટ અને નોટરી રૂબરુ કરાર કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ડેપ્યુટી સરપંચ હમીદ મહિડા એ વાલક સરથાણા ગૃપ ગ્રામ પંચાયતની હેસીયતમાં કરારમાં સહી કરેલી છે જે સહી કરવાનો હમીદભાઈ કાલુભાઈ મહીડાને કોઈ હકક અને અધિકાર નહોતો અને તેઓને સરકારએ જમીન
વેચાણ કરવાની કે તબદીલી કરવાની કોઈ સત્તા ના આપી હોવા છતાં, સરકારી હોદદાનો દુરઉપયોગ કરી સરકારી ગૌચરની જમીન હોવા છતાં પોતાના અંગત લાભ માટે ગોચરની જમીનની જમીન વેચાણ કરાર કરી વેચાણ કરી છે.સરકારી હોદદાના રુએ ડેપ્યુટી સરપંચ વાલક સરથાણા ગૃપ ગ્રામ પંચાયતની હેસીયતના કરારમાં સહી પણ કરેલી જે સહી કરવાનો પણ હમીદભાઈ કાલુભાઈ મહીડાને કોઈ હકક અને અધિકાર ન હોવાનું જાણવા મળ્યું છે.
છગનભાઇ રાદડિયા (પીડિત છગનભાઇ ના ભાઈ) એ જણાવ્યું હતું કે, સરકારશ્રીએ જમીન વેચાણ કરવાની કે તબદીલી કરવાની કોઈ સત્તા ના આપી હોવા છતાં તે જ સરકારી હોદદાનો દુરઉપયોગ કરી અને સરકારી ગૌચરની જમીન હોવા છતાં હમીદભાઈ કાલુભાઈ મહીડા એ હોદદાની રુએ સહી કરેલી અને સદરહુ જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી તેમજ દસ્તાવેજ સાચો હોવાનુ જણાવી કુટલેખન કર્યું છે.તેમજ સરકારી નાણાની ઉચાપત કરી કાવતરુ રચ્યું છે.તથા યુસુફભાઈ રસુલભાઈ મહીડાએ સાક્ષી તરીકે સહી કરી છે.ઉપરોકત હકીકતમાં ત્રણેય આરોપીઓએ ઈ.પી.કો.ક. 406,409 420,467,468,471,120 બી મુજબના ગુનાઓ કર્યો છે.
વધુમા જણાવ્યું હતું કે, હમીદભાઈ કાલુભાઈ મહીડાએબંને જમીનોના વેચાણ અવેજ પેટે રૂપીયા 1, 40, 00, 000/- (અંકે રૂપીયા એક કરોડ ચાલીસ લાખ પુરા) અમારી પાસેથી સ્વીકારેલા અને એવુ જણાવેલ કે, ઉપરોકત રકમ સરથાણા—વાલક ગૃપામ પંચાયતમાં જમા થશે અને તેઓ તે બાબતની રસીદ આપશે અને તેઓ સરકારી હોદદા મુજબ તે રસીદ ઉપર સહી કરશે અને તે નાણા સરકારશ્રીમાં જમા કરાવશે.જોકે અમારી પાસે લીધેલી 3.48 કરોડની રકમ હમીદ ભાઈએ સરકારશ્રીમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા છે.આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં અમોએ તમામ ઉલ્લેખ કર્યો હોવાછતાં હમીદભાઈ ને જામીન મજૂર થઈ ગયા છે એટલે હવે અમો એ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાય માટે અપીલ કરી છે.એટલું જ નહીં પણ ગૌચરની જમીન વેચવાનો હક્ક અધિકાર ન હોવાછતાં અને અવેજ પેટે મળેલી રકમ પોતાના અંગત કામમાં વાપરી સરકાર સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હોવાથી કલેક્ટર અથવા સરકાર હમીદ મહિડા સામે ફરિયાદ દાખલ કરાવે અમે ACB તપાસ કરાવી અપ્રમાણ સર મિલકત બહાર લાવે એવી માગ કરી છે.
છગનભાઇ એ વધુમ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આવા કારનામા કરનાર સામે સરકારે કડક પગલાં ભર્યા છે. જેમકે મહેસુલ વિભાગના તા.1/4/2015 ની ગૌચર નિતિ મુજબ સામાન્ય રીતે ગૌચરની જમીન ઓછી ના થાય તે રીતે ગૌચરની જમીન ફાળવણી ઉપર નિયંત્રણ રાખવામાં આવેલ છે.આમ છતાં અનિવાર્ય સંજોગોમાં ગૌચરની જમીનની ફાળવણી જાહેર ઉપયોગીતાના કામે રાજય સરકારની કચેરીઓ મકાનો,રસ્તાઓ,પુલો,ગામ તળ,કબ્રસ્તાન,સ્મશાન,તળાવ વિગેરે જેવા જાહેર હિતના કામે સરકારી અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના શૈક્ષણિક આરોગ્ય અને બીજા સામાજીક ક્ષેત્રના કામો માટે પણ ગૌચરની જમીન ફાળવણી કરવાની જોગવાઈ વખતો વખતના ઠરાવથી સરકારે નકકી કરેલ છે.ગૌચરની જમીન બાબતે ખાનગી સંસ્થાઓને જમીન ફાળવણી કરવામાં આવે તો ગૌચરના વિકાસ માટે 30% થી 40 ટકા જંત્રી આધારીત ફંડ વસુલવામાં આવે છે.
વાસણા રાઠોડ ગ્રામ પંચાયત વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાત ચુકાદા તા. 15/7/2022 ના રોજ નામદાર ન્યાયમુતિ એ.પી.ઠાકર સાહેબે ઠરાવેલ છે કે, જે જમીન ગૌચર ની જમીન છે તે જમીનમાં કોઈ પાકુ કે કાચુ બાંધકામ થઈ શકે નહિ,તે પબ્લીક પરપઝ માટે પણ આપી શકાય નહિ.જો કોઈ વ્યકતિએ યાને કે ગ્રામ પંચાયતના સભ્યએ મની રસીદ કે કબજા રસીદ આપી હોય તો તેનુ પણ કોઈ સ્થાન રહેતુ નથી.વધુમાં જયારે ગૌચર ની જમીન હોય તો સરકારશ્રી પણ આ જમીન કોઈ વ્યકતિને એલોટ કરી શકે નહિ.જો ગાચરની જમીન રાખવામાં નહિ આવે તો મુંગા પશઓ કયાં ચરવા જશે તેમ ઠરાવી પ્રાંત ઓફીસર ગાંધીનગર તા. 19/9/2009 નો હુકમ ઉલટાવી નાખવામાં આવેલો.સ્ટેટ ઓફ ઝારખંડ વિ.પાકુર જાગરણ મંચ અને બીજાઓ,
2011(2)એસ. સી.સી. 591 ના પેરેગ્રાફ 23, 24, 25 માં સ્પષ્ટ પણે ઠરાવેલ છે કે, ગૌચરનુ દરેક ગામ માટે ખુબજ રહેલ છે.ગૌચરની જમીનને અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાય નહિ.લક્ષ્મણભાઈ પારથીભાઈ ચોધરી વિ. સ્ટેટ ઓફ ગુજરાત 2012(3) જી.એલ. એચ 429 ડીવીઝન બેન્ચ સ્પે.સિવીલ એપ્લીકેશન નંબર 2102/11 ના કેસમાં પણ ઠરાવેલ છે કે ગૌચરની જમીન જે તે સ્થીતીમાં જ રાખવી જોઈએ.પંચાયત એકટ 1993 ની કલમ 108 મુજબ સરકારશ્રી કેટલીક જમીનો પંચાયત હસ્તક કરી શકશે પરંતુ તેમાં સ્પષ્ટપણે ઠરાવવામાં આવેલ છે કે, ઘાંચચારા માટેની જમીન ગ્રામ પંચાયતે ખુલ્લી રાખવાની રહેશે.ગૌચરની જમીન વેચાણ,ગીરો કે બક્ષીસ કરી શકાશે નહિ કે પબ્લીક હેતુ માટે તેનો મર્યાદીત ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોકત તમામ રીતે નામદાર સવોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે, ગૌચરની જમીન એ પશુઓના ખોરાક માટે ખુલ્લી રાખવાની રહેશે.સરકાર તથા અન્ય કોઈ એજન્સીને ગૌચરની જમીનનો વેચાણ,વહીવટ વપરાશ અને વ્યવસ્થા કરવાનો કોઈ હકક કે અધિકાર નથી.નામદાર સરકારશ્રી વેસ્ટ લેન્ડનો મર્યાદિત ઉપયોગ કરી શકે.
વધુમાં જણાવ્યું હતું કે, ઉપરોકત ચુકાદામાં નામદાર સર્વોચ્ચ અદાલતે એ હકીકત સ્પષ્ટ ઠરાવેલ છે કે, ગૌચરની જમીન એ ફકત પશુઓને ધાસચારો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે ખુલ્લી રાખવાની છે.ગૌચરની જમીન ફકત
પશુઓને ધાસ ચરવા માટે ખુલ્લી રાખવાની છે.આ પ્રકારની જમીનનું વેચાણ કરવાનો કે અન્ય કોઈ વહીવટ વ્યવસ્થા કરવાનો સરકારને પણ અધિકાર નથી તો તાહીત વ્યકતિને આ પ્રકારનો અધિકાર મળતો નથી.ઉપરોકત ચુકાદાનુ હાથ ઉપરના કેસની હકીકતો સાથે મુલવણી કરવામાં આવે તો હમીદભાઈ કાલુભાઈ મહીડાને ગૌચરની ઉપરોકત બંને જમીનો વેચાણ કરવાના કોઈ હકક અને અધિકાર જ ન હતા.સરકારની અને ગૌચરની જમીનોને સુરક્ષીત રાખવી જોઈએ એવું સ્પષ્ટ જણાવી રહી છે.જમીનોમાં જો કોઈ એક્રોચમેન્ટ કરેલ હોય તો પણ તે જમીનોનો શાંત ખુલ્લો પ્રત્યક્ષ કબજો કલેકટરશ્રીએ સંભાળી લેવો જોઈએ.તેવી અમારી વિનંતી છે.અને હમીદ મહિડા સહિત ત્રણેય ઠગબાજો સામે સરકાર ફરિયાદ નોંધાવી કડક સજા અપાવી એક ઉદાહરણ આપે તેવી વિનંતી છે.