By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાલિયા APMC ચૂંટણીમાં ભાજપની પેનલે ભગવો લહેરાવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > વાલિયા APMC ચૂંટણીમાં ભાજપની પેનલે ભગવો લહેરાવ્યો
Bharuch-Ankleshwar-NarmadaGeneral

વાલિયા APMC ચૂંટણીમાં ભાજપની પેનલે ભગવો લહેરાવ્યો

HM News
Last updated: 18/04/2023 11:14 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

– કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલનો 3 બેઠકો ઉપર જ્યારે BJP એ 13 બેઠકો પર વિજય

ભરૂચ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : વાલિયા APMC ની ચુંટણીની મતગણતરીમાં ભાજપની ખેડૂત સમર્પણ પેનલનો ભવ્ય વિજય થયો હતો જયારે સહકાર પેનલના ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા.ગતરોજ સવારે 9 કલાકે વાલિયા એપીએમસી ખાતે જીલ્લા રજીસ્ટ્રાર અને વાલિયા બજાર સમિતિ ચુંટણી અધિકારી પરેશ કંકોટીયાની હાજરીમાં વાલિયા એ.પી.એમ.સી.ની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સવારથી મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ચુંટણીમાં કેટલાક મતદારોનું ઈરાદા પૂર્વક મતદાન યાદીમાંથી નામ કમી કરવા મુદ્દે વાતાવરણ ગરમાયું હતું.જો કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિ પૂર્વક વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. મતદાન પેટીઓને સીલબંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી એપીએમસી ખાતે મુકવામાં આવી હતી.આજરોજ મંગળવારે ચુંટણી અધિકારીની હાજરીમાં મતદાન પેટીઓ ખુલ્લી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.મત પેટીઓ ખુલતા ધીરે ધીરે ઉમેદવારોનું ભાવી ખુલતું જોવા મળ્યું હતું.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકોમાં ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર 20 પૈકી ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલના 9 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.જયારે એક બેઠક ઉપર બંને ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી ભાજપના અશોક વેચાણભાઈ ગામીતને વિજેતા જાહેર કરાયા હતા.

તો સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે 4 ઉમેદવારો પૈકી સહકાર પટેલના બે ઉમેદવારોનો વિજય થયો હતો.જયારે વેપારી વિભાગની ચાર બેઠકો ઉપર સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ત્રણ બેઠક ઉપર ખેડૂત સમર્પણ પેનલ અને એક બેઠક ઉપર સહકાર પેનલના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા.

કોરોના ગાઈડલાઈનના ધજાગરા! સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા
ગુજરાત ભાજપમાં વધુ એક વિકેટ પડી, પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લઈ લેવાયું?
ટેક્સ ચોરી બદલ દેશભરમાં દારુના વેપારીઓના 400 સ્થળોએ આઇટીના દરોડા
શાળાના વિદ્યાર્થીઓની જંગલના એકાંતમાં દારૂ- ડ્રગ્સ અને સેક્સ પાર્ટી, પોલીસે 16 છાત્રોને રંગે હાથ પકડ્યા
ઉ.પ્ર.માં લોકડાઉનના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
Share This Article
Facebook Email Print
Previous Article મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપે પીડિતોના વચગાળાના વળતર પેટે રૂ. 14.62 કરોડ જમા કરાવ્યા
Next Article આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટ, પગારદાર સહિત 8 હજાર લોકોને નોટિસ ફટકારી, કરચોરીની આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up