હાલ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે,જેને લઈ તાપી જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના દર્દીઓને ધ્યાને લઇ આજરોજ વાલોડ તાલુકાના બુહારી ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે 100 બેડનું ‘નમો કોવિડ કેર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


