ગીર સોમનાથ : ગુજરાતમાં તૌકતે વાવાઝાડાએ ભારે તબાહી મચાવી છે. ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને આ પછી અસરગ્રસ્ત વિસ્તારો માટે 1 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી.ત્યારે આજે મુખ્યમંત્રી વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.
આ સમયે ગામના મહિલા સરપંચ મોંઘીબેન ગામની સ્થિતિ વર્ણવતા ભાવુક બન્યા હતા.મુખ્યમંત્રીએ સહુને હિંમત રાખવા જણાવ્યું.પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા.પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા.ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા.તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
પીએમ મોદીએ ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આંકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી,મુખ્યસચિવ અનિલ મુકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.રાજ્યમાં ભાવનગર,વલસાડ,સુરત,અમરેલી,ભરૂચ,આણંદ,અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં આ મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. વાવાઝોડમાં મોતને ભેટેલા લોકોના પરિવાર માટે રુપિયા 2 લાખની તથા ઘાયલો માટે 50 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા.તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


