By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ, કર્ણાટકમાં આઠનો ભોગ લેવાયો : મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ, કર્ણાટકમાં આઠનો ભોગ લેવાયો : મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ
GeneralNational

વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ, કર્ણાટકમાં આઠનો ભોગ લેવાયો : મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ

HM News
Last updated: 18/05/2021 6:39 AM
HM News
5 years ago
Share
SHARE

– મહારાષ્ટ્રમાં ત્રણ નાવિકો લાપતા,મુંબઈમાં 7.76 ઈંચ વરસાદ,રાયગઢ માટે રેડ,રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ

– રાયગઢમાં 1886 મકાનોને નુકસાન,પાંચ મકાન ધરાશાયી કર્ણાટકના 7 જિલ્લાના 121 ગામડાઓ પર વાવાઝોડાની અસર

મુંબઈ/બેંગ્લુરૂ : ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ત્રાટકેલા ટૌટે વાવાઝોડાએ સોમવારે સવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો હતો.મહારાષ્ટ્રના કૌંકણ પ્રદેશમાં વાવાઝોડા સંબંિધત અલગ અલગ ઘટનાઓમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે બોટ સમુદ્રમાં ડૂબી ગયા પછી ત્રણ નાવિકો લાપતા થઈ ગયા હતા.

બીજી બાજુ ટૌટે વાવાઝોડાના કારણે કર્ણાટકમાં કુલ આઠ લોકોનાં મોત થયા છે.ટૌટે વાવાઝોડું રવિવારે કર્ણાટકના દરિયાકાંઠેથી પસાર થયું હતું,પરંતુ તેની અસર બીજા દિવસે પણ જોવા મળી હતી.વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી હતી,જ્યાં તીવ્ર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો,પરંતુ જાનમાલનું નુકસાન થયું નથી.

મહારાષ્ટ્રમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે રાયગઢ જિલ્લામાં ત્રણ,સિંધુદુર્ગમાં એક નાવિકનાં મોત નીપજ્યાં હતા જ્યારે વૃક્ષો પડવાને કારણે નવી મુંબઈમાં બે અને ઉલ્લાસનગરમાં એકનું મોત નીપજ્યું હતું.સિંધુદુર્ગના આનંદવાડીમાં બે બોટ ડૂબી ગઈ હતી.આ સમયે બોટમાં સાત નાવિકો હતા,જેમાં એકનું મોત નીપજ્યું હતું,ત્રણ લાપતા થઈ ગયા છે જ્યારે ત્રણ સલામત છે.

વાવાઝોડાના કારણે રાયગઢમાં 1886 મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે પાંચ મકાનો ધરાશાયી થઈ ગયા હતા.રાયગઢના 8,383 લોકોને પહેલાંથી જ સલામત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાની ટળી હતી.વાવાઝોડાના કારણે રાયગઢમાં 23.42 મીમી વરસાદ પડયો હતો.વાવાઝોડાના કારણે પાલઘર જિલ્લામાં 13 મકાનોને આંશિક નુકસાન થયું હતું.થાણેમાં પણ અનેક મકાનોને નુકસાન થયું હતું.ચક્રાવાતી તોફાનના કારણે મુંબઈમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો,જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.મુંબઈમાં પ્રતિ કલાક 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.વાવાઝોડાની ચેતવણીને પગલે મુંબઈ એરપોર્ટ મોડી રાત સુધી બંધ કરી દેવાયું હતું.પરિણામે અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અથવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ટૌટે વાવાઝોડાને કારણે મુંબઈમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડયો હતો.મુંબઈમાં રવિવાર રાતથી જ હવામાનમાં ટૌટેની અસર જોવા મળી હતી.દરમિયાન કર્ણાટકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, દક્ષિણ કન્નડ,ઉડુપી,ઉત્તર કન્નડ સહિત રાજ્યના સાત જિલ્લાના 121 ગામો પર ટૌટે વાવાઝોડાની અસર થઈ હતી.આ વિસ્તારોમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા.ચક્રવાતી વાવાઝોડા ટૌટેના કારણે અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું હતું.

મુંબઇ પાસે સમુદ્રમાં 400 ફસાયા, બચાવ માટે 3 યુદ્ધ જહાજ તૈનાત

ટૌટે વાવાઝોડાની અસર મુંબઇના સમુદ્રી વિસ્તારમાં પણ જોવા મળી હતી.જેને પગલે સમુદ્રમાં બે માલ વાહક નાવમાં ફસાયેલા 400 લોકોને રેસ્ક્યૂ કરવાનું ઓપરેશન શરૂ કરાયું છે.રેસ્ક્યૂ ઓપરેશન માટે ઇન્ડિયન નેવીએ 3 યુદ્ધજહાજોને સમુદ્રમાં મોકલ્યા છે.નેવી અિધકારીઓએ જણાવ્યું હતું કે ગેલ કન્સ્ટ્રક્ટરના 137 ઓનબોર્ડ વ્યક્તિઓમાંથી 38 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.તેઓ અતી જોખમકારક પરિસિૃથતિમાં ફસાઇ ગયા હતા.જે યુદ્ધ જહાજો મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે તેમાં આઇએનએસ કોલકાતા,આઇએનએસ કોચી અને આઇએનએસ તલવારનો સમાવેશ થાય છે.આ યુદ્ધ જહાજોને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનનું કામ સોપવામાં આવ્યું છે.આ પહેલા દિવસ દરમિયાન હેલિકોપ્ટરની મદદથી ભારતીય જહાજના ચાર ક્રૂ મેમ્બર્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.જોકે તે પહેલા એક બોટ દ્વારા પણ રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ જતા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયલ માટે અમેરિકાએ ભર્યું એવું પગલું કે પેલેસ્ટાઈનને લાગ્યો ઝાટકો
Next Article 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ, નિયંત્રણો વધુ ત્રણ-દિવસ લંબાવાયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up