વલસાડ, 03 જૂન : ભારત સરકારના ભારતીય મેટ્રોલોજિકલ વિભાગ, અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશ (અર્થ સાયન્સક મંત્રાલય)નવી દિલ્હીના પત્રમાં જણાવ્યા અનુસાર ડિપ્રેસન સર્જાયું હોવાથી પૂર્વ સેન્ટ્રલ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર સક્રિય થવાની સંભાવના છે અને પૂર્વ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને છે અને તા.3/6/2020ના સાંજે/ રાત્રે પાર કરે એવું અનુમાન છે.આ સંભવિત ચક્રવાતના ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે ઔદ્યોગિક એકમોને કેટલીક બાબતો સુનિશ્ચિગત કરવા જણાવ્યુંં છે.જે અનુસાર સમગ્ર વલસાડ જિલ્લાના તા. 3/6/2020ના રોજ તમામ ઉદ્યોગોએ બધા કર્મચારીઓ/કામદારોને સાપ્તાહિક રજા આપી સ્વૈચ્છિક બંધ રાખવા અનુરોધ કરાયો છે.કોઇપણ જોખમી કેમીકલ અથવા વાયુઓને સંગ્રહિત કરતી ટાંકીનું વાલ્વ યોગ્ય રીતે બંધ કરેલું હોવાની સાથે બધી ટાંકી એરટાઇટ રીતે બંધ કરી તેને અલગ સ્ટોરેજ એરીયામાં રાખવામાં આવે તેમજ કેમીકલ બહાર ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી સંગ્રહ સુવિધા અંગે કંપની સંચાલકોએ તકેદારી રાખવાની રહેશે.કોઇપણ સીલિન્ડરો ખુલ્લી જગ્યામાં ન રાખી તે યોગ્ય સંગ્રહસ્થાન વિસ્તારમાંથી યોગ્ય જ રીતે સંગ્રહિત કરવાના રહેશે.બધી કાર અને વાહનોને હેન્ડબ્રેકની સ્થિ્તિમાં મૂકવાના રહેશે અને વ્હીલ બ્લોક થવું જોઇએ અને કારને ખુલ્લી જગ્યામાં પાર્ક કરી શકાશે નહીં તેની પૂરતી તકેદારી રાખવાની રહેશે.વલસાડ જિલ્લામાં આવેલી જોખમી રસાયણોનો ઉપયોગ કરતી તમામ ફેક્ટરીઓ સલામતીના પાસાઓની અને સાવચેતી માટે લીધેલા પગલાં અંગેની જાણ નાયબ નિયામકશ્રી,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વલસાડને કરવાની રહેશે.


