By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાહ શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વાહ શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા
AhmedabadGeneral

વાહ શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા

HM News
Last updated: 13/09/2023 10:07 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

અમદાવાદ : મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા.તેમના પત્ની ગર્ભવતી હતા અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે.તાજેતરમાં વીર શહીદ મહીપાલસિંહ વાળાને ઘરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને પરિવારજનોને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે.આ પ્રસંગે મંત્રી જગદીશભાઈ,શહેર પ્રમુખ અમિત શાહ,ધારાસભ્ય બાબુસિંહ જાદવ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,કારડીયા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

વીર સપૂત મહિપાલસિંહ વાળા દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા.ત્યારબાદ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું હતું.શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો.જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ 12 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો.આજે એકાએક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીપાલસિંહ વાળાને ઘરે પહોંચ્યા છે અને પરિવારજનોને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે.આ પ્રસંગે અનેક મંત્રી આગેવાનો હાજર રહ્યા હતા.ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા હોવાનો કિસ્સો હોવાનું મનાય છે.

27 વર્ષની નાની વયે થયા શહીદ

જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા હતા,વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે.પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે.અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવી હતી.એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી.

સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું.તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા.પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે.શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી.ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી.

વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો હતો.ત્યારે આ દીકરીને વિરલબા નામ આપવામાં આવ્યું હતું.મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા,ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો.ત્યારે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો.

પરિવારે જણાવ્યું કે, જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.પતિને ગુમાવનાર વર્ષાબાએ પતિના અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જે તેને પુત્ર જન્મશે તો તેને ભારતીય સેનામાં મોકલશે.આમ, ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી.

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
સોનિયાને મીડિયા સાથે વાંકુ પડ્યું! : કેન્દ્રને ચેનલ, અખબારોમાં બે વર્ષ જાહેરાત ન આપવા પત્ર લખ્યો
ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે, ડોલરની સામે 77 નજીક
અમેરિકાનો આદેશ- 72 કલાકમાં હ્યુસ્ટન વાણિજ્ય દૂતાવાસ બંધ કરે ચીન, મચ્યો હડકંપ
ક્રુડ કડડડભૂસ…ભાવ માઇનસમાં : ક્રૂડમાં ભયંકર કડાકોઃ 86% તૂટીને $2.50 થયું
Share This Article
Facebook Email Print
Previous Article અયોધ્યામાં રામજન્મભૂમિમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
Next Article ગુજરાત ભાજપમાં વધુ એક વિકેટ પડી, પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લઈ લેવાયું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up