આજે સવારે જ્યારે વિકાસ દુબેને ઉજ્જૈનથી યુપી લાવવામાં આવતો હતો ત્યારે વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.હવે આ ઘટના અંગે સતત નવી માહિતી સામે આવી રહી છે.તાજેતરમાં જાણવા મળ્યું છે કે એસડીએફના કાફલાની પાછળ આવતા મીડિયાના વાહનોને ઘટનાસ્થળથી 20 કિમી પહેલા અટકાવી દેવામાં આવ્યા હતા.
આ અંગે જાણવા મળી રહ્યું છે કે વિકાસ દુબેને જે વાહનમાં ઉજ્જૈનથી લઈ જવામાં આવી રહ્યો હતો તે ઝાંસી નજીક પહોંચ્યા ત્યારે વિકાસની કાર બદલી દેવામાં આવી હતી.વિકાસની કાર બદલાયા બાદ તેની પાછળ આવતા મીડિયા પર્સનને પણ અટકાવી દેવાયા હતા.જ્યારે મીડિયાએ પૂછ્યું કે આ કેમ કરવામાં આવી રહ્યું છે,ત્યારે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નહીં,ફક્ત મીડિયાને ત્યાં જ રોકી દીધું હતું.આ ઘટનાના આશરે 10-15 મિનિટ પછી એવી માહિતી મળી હતી કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું છે.આ આખી ઘટના પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો પ્રશ્નએ થાય છે કે પોલીસે મીડિયાને શા માટે સાથે આવવા ન દીધું અને ઘટનાસ્થળથી પહેલા જ રોકી દેવામાં આવ્યા.