– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાન પર દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યું
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પરંપરા શરુ કરી હતી
– સીએમએ કરેલા શસ્ત્ર પૂજન દરમિયાન પોલીસકર્મીઓ અને અધિકારીઓ હાજર રહ્યા
ગાંધીનગર : ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાને ગુજરાતમાં વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો.આ પરપરા પ્રમાણે આગામી મુખ્યમંત્રીઓએ પણ વિજયાદશમીના તહેવાર પર આ પંરપરા યથાવત રાખી છે.જે પ્રમાણે હાલના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજના શુભ દિવસે પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર,રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનવિધિ કરવામાં આવે છે.ત્યારે આજે આ પણ આ પરંપરા નિભાવતા CM ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોની પૂજાવિધિ કરી હતી.મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીશ્રીને આ પ્રસંગે આવકાર્યા હતા.
આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રો પૂજાની પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રો પૂજા વિધિ કરવામાં આવી હતી.તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર-રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.આ પૂજા દરમિયાન ગુજરાત પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સામાન્યથી અત્યાધુનિક હથિયારો પણ મૂકવામાં આવ્યા હતા. =આ હથિયારોની પૂજા કરીને રાજ્ય તથા દેશ આગામી દિવસોમાં સુરક્ષા જળવાઈ રહે અને પ્રગતિ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.