By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિદેશીઓ માટે મુંબઇ ભારતનું સૌથી મોઘું શહેર : દિલ્હી બીજા ક્રમે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિદેશીઓ માટે મુંબઇ ભારતનું સૌથી મોઘું શહેર : દિલ્હી બીજા ક્રમે
GeneralMumbai

વિદેશીઓ માટે મુંબઇ ભારતનું સૌથી મોઘું શહેર : દિલ્હી બીજા ક્રમે

HM News
Last updated: 30/06/2022 6:49 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : વિદેશીઓ માટે મુંબઇ રહેવા માટે અને જીવનજરૂરી ખર્ચ બંને રીતે ભારતનું સૌથી મોંઘું શહેર છે.નવી દિલ્હી આ યાદીમાં બીજા ક્રમે છે એવું એક સરવેમાં જણાવાયું છે.જોકે,વૈશ્વિક સ્તરે આ બંને મહાનગરો ખર્ચની રીતે ઘણા વાજબી છે.મર્સરના ૨૦૨૨‘કોસ્ટ લિવિંગ સરવે’ વિદેશીઓ માટે રહેવાની અને જીવનજરૂરી ચીજોના ખર્ચની બાબતમાં મુંબઇ ૧૨૭મા ક્રમે છે અને તે ભારતનું સૌથી મોંઘું શહેર છે.ત્યાર પછીના ક્રમે નવી દિલ્હી(૧૫૫),ચેન્નાઇ (૧૭૭), બેંગલુરુ (૧૭૮) અને હૈદરાબાદ (૧૯૨) છે.આ યાદીમાં પુણે અને કોલકાતાનું સ્થાન અનુક્રમે ૨૦૧ અને ૨૦૩ છે.જોકે,વૈશ્વિક સ્તરે ભારતના આ મહાનગરો વિદેશીઓ માટે સૌથી વાજબી ખર્ચ ધરાવતા શહેરો છે.

વૈશ્વિક સ્તરે હોંગકોંગ સૌથી મોંઘું શહેર છે.ઝ્યુરિક, જિનિવા,સ્વિટ્ઝર્લેન્ડના બેસલ અને બર્ન,ઇઝરાયલનું તેલ અવિવ,ન્યૂ યોર્ક,સિંગાપોર,ટોકિયો અને બેઇજિંગ ત્યાર પછીના ક્રમે છે.મર્સરનો આ સરવે માર્ચ ૨૦૨૨માં કરાયો હતો.ચાલુ વર્ષના રેન્કિંગમાં ૨૦૦થી વધુ કોમોડિટીના ભાવને ધ્યાનમાં લેવાયા છે.જેમાં વિશ્વના પાંચ ખંડના ૨૨૭ શહેરના હાઉસિંગ,ટ્રાન્સપોર્ટેશન,ખાદ્ય ચીજો,કપડાં,ઘરમાં વપરાતો સામાન અને મનોરંજનના ખર્ચને ધ્યાનમાં લેવાયો છે.મુંબઇ મલ્ટિનેશનલ કંપનીઓમાં બિઝનેસ શરૂ કરવા માટે સૌથી વધુ પ્રચલિત છે.જોકે,મુંબઇના ઊંચા જીવનનિર્વાહ ખર્ચને કારણે કંપનીઓ હૈદરાબાદ,ચેન્નાઇ અને પુણે જેવા ઓછા ખર્ચાળ વિકલ્પો તરફ નજર દોડાવી રહી છે.

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગની તબિયતનું રહસ્ય ઘૂંટાયું
વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ
આખરે RSS મુસ્લિમોથી આટલું કેમ ડરે છે? : અસદુદ્દીન ઓવૈસી
‘ઇતની શક્તિ હમે દેના દાતા’ સોંગ ફ્રેમ ગાયિકા પુષ્પા પગધરે નાણાકીય કટોકટીમાંથી પસાર થઇ રહી છે, PMને કરી આ ખાસ અપીલ
ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાને બહાને 1 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી :મહિલાની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ગ્રાન્ટેડ કોલેજો કયા કારણે બંધ કરવા માગે છે તેની તપાસ કરો: અધ્યાપક મંડળ
Next Article તિસ્તા સામે કાર્યવાહી અંગે UNની સંસ્થાની ટિપ્પણી બિનજરૂરીઃ ભારત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up