વિદેશી કપલ દિલ્હીમાં ફસાયું, ખાવા માટે ફોટો વેચી રહ્યા છે

HM News
2 Min Read

કોરોના વાયરસના કારણે ઘણાં વિદેશી લોકો ભારતમાં ફસાયા છે. એવું જ એક કપલ દિલ્હીના લોધી ગાર્ડનની પાસે જોવા મળ્યું.વિક્ટર અને એના ફ્લાઈટ કેન્સલ થવાને કારણે દિલ્હીથી તેમના ઘર રશિયા જઈ શકે એમ નથી. હાલમાં તેઓ દિલ્હીના લોધી ગાર્ડન પર તેમની ટૂરના ફોટો લઈને બેઠા છે અને તેને વેચી રહ્યા છે.તેમને નથી ખબર કે તેઓ પોતાના ઘર રશિયા ક્યારે જઈ શકશે. તેમના બધાં રૂપિયા ખતમ થઈ ગયા છે. જે ફ્લાઈટમાં તેઓ મોસ્કો જવાના હતા તે પણ કેન્સલ થઈ ગઈ છે. માટે ભારતમાં રહેવા માટે હવે તેમની પાસે પૈસા બચ્યા નથી.આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે કપલ તેમની ટૂરના ફોટો વેચી રહ્યા છે. કપલે એક બોર્ડ લગાવી રાખ્યું છે. તેના પર લખ્યું છે કે,અમે અમારી દુનિયાની ટૂરના ફોટો અહીં યોગ્ય ભાવે વેચી રહ્યા છે. આ પૈસા હોટલ અને ખાવા પર ખર્ચ કરવામાં આવશે.આભાર.
એના જણાવે છે કે તેઓ 3 મહિનાની ટૂર પર ભારત આવ્યા હતા. 23 માર્ચના રોજ તેઓ મોસ્કો જવાના હતા. પણ કોરોના વાયરસના કારણે તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. એના કહે છે કે, હાલમાં એમુક ભારતીયો તેમની મદદ કરી રહ્યા છે અને તેઓ સાઉથ એક્સટેંશનમાં તેમના ઘરે રોકાયા છે. પણ તેઓ ક્યાં સુધી તેમના ઘરે રોકાશે તે ક્લિઅર નથી. એવામાં તેઓ પણ પૈસા એકત્ર કરવા માગે છે. જોકે, બંને માટે સામાન વેચવો પણ એટલો સરળ નથી. કારણ કે દિલ્હીમાં 50થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. વિદેશીનો સામાન વેચાતા જોઈને જ્યારે લોકો ભેગા થાય છે તો પોલીસ લોકોને જતા રહેવાનું કહે છે. માટે તેમને મુશ્કેલી પડી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *