બારડોલી : તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.વોંટેડ આરોપી મિત્રને મળવા માટે કડોદરા ખાતે ચામુંડા હોટલ ખાતે આવ્યો હતો તે સમયે પોલીસે તેને દબોચી લીધો હતો.મળતી વિગત મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો વિક્રમભાઈ ગંધુભાઈ તથા પો.કો રમેશભાઈ કાળુભાઇ નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનાનો વોંટેડ આરોપી તેના મિત્ર ધર્મેશ મૈસુરિયાને મળવા માટે કડોદરા ચાર રસ્તા ખાતે ચામુંડા હોટલ પર આવ્યો છે.આ આરોપી છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હોય પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી વોંટેડ આરોપી સૌરભ ગીરીશચંદ્ર રક્ષારામ તિવારી(હાલ રહે,બાલાજી રેસિડન્સી સોસાયટી,ઊંભેળ ગામ,તા-કામરેજ,મૂળ રહે,બિરમાપુર,જી-ગૌંડા,યુ.પી)ને ઝડપી પાડી કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.