નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રાજકારણમાં ભાગ્યે એવુ બનતુ હોય છે કે,વિરોધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષના નેતાની પ્રશંસા કરવામાં આવે.
જોકે યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં ફસાયેલા ભારતીયોની વાપસીને લઈને વિદેશ મંત્રાલયની આજે મળેલી બેઠક બાદ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરુરે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી જયશંકરના ભરપૂર વખાણ કર્યા છે.
શશી શરુરે કહ્યુ હતુ કે,આજે સવારે મળેલી બેઠકમાં જયશંકરે અમારા સવાલો અને જે ચિંતાઓ હતી તેના સ્પષ્ટ જવાબ આપ્યા છે.અમે વિદેશ મંત્રીનો આભાર માનીએ છે.તેમણે શાનદાર વિદેશ નીતિ બતાવી છે.આ જ ભાવનાથી આગળ કામ કરવાનુ છે.આપણે બધા એક છે અને દરેક સમસ્યાનો મુકાબલો એક થઈને કરીશું.
આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ હાજર હતા.તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થતો હતો.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે.


