વિધાનસભા સત્રના પહેલા જ દિવસે વિપક્ષના સવાલોના જવાબો આપવામાં નવી સરકારના મંત્રીઓ ગેંગેફેંફે થઈ ગયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિધાનસભામાં દંડકની ઓફિસમાં બેસીને નવા મંત્રીઓને શિખામણ આપી હતી.મંત્રીઓ નવી જગ્યાએ બેઠા કે તરત અંદરનો ઉત્સાહ ઉશ્કેરાટ રૃપાંતર થઈ ગયો.દિવસભર સર્જાયેલી અફરાતફરીમાં અનેક વખત નીતિન પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રદિપસિંહ જાડેજા સહિતના અનુભવી પૂર્વ મંત્રીઓ નવાને બચાવવા ચીઠ્ઠીઓ લખવી પડી.હવે સામાન્ય સ્ન્છ હોવાથી ટ્રેઝરી બેન્ચ અર્થાત સરકારના વિશેષાધિકાર વગર થઈ જતા નવી સરકારનો ખેલ જોઈ રહ્યા હતા.જો કે, આ બધામાં અધિકારી દિર્ઘામાંથી બેસતા IAS-IPS સહિતના સેક્રેટરીઓએ નવા મંત્રીઓનું માપ કાઢી લીધુ છે.જેની અસર હવે પછી જોવા મળશે.
જૂના મંત્રીઓ કોંગ્રેસના MLAને ભાઈબંધની જેમ ગળે મળી ભેટયા
સરકાર બદલાયા બાદ અનેક પૂર્વ મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોે જાણે કોઈ સામાજીક મેળાવડામાં મળી રહ્યા હોય તેમ એકબીજા સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યુ હતુ.ગૃહનું કામકાજ શરૃ થાય તે પહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર,પૂર્વ મંત્રી વિભાવરી દવે અને કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર જાણે વર્ષો જૂના મિત્રો મળતા હોય એમ એકબીજાને ગળે લાગીને ભેટયા હતા.
૭ દિવસે મળેલા રૃપાણી- પટેલે મનભરીને બેઠા બેઠા વાતો કરી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અધ્યક્ષની પીઠની સામે જગ્યા ફાળવાઈ છે.જો કે, બંને વચ્ચે એક ખુરશીનું અંતર હોવા છતાંયે સાતેક દિવસ પછી રૃબરૃ થયેલા આ બંને નેતા મનભરીને વાતો કરતા જોવા મળ્યા હતા.નીતિન પટેલ ગૃહમાં પહોંચ્યા ત્યારે અધ્યક્ષની વરણી થઈ ચૂકી હતી.જો કે, તેમના પ્રવેશ વખતે કોંગ્રેસમાંથી પ્રતાપ દૂધાતે ‘તમારા વગર અહીં સુનૂ સુનૂ છે’ એમ કહેતા ગૃહમાં પાટલી થપથપાવાનો અવાજ ગુંજી ઉઠયો હતો.
‘ચમરબંધી’નો ઉલ્લેખ થતાં ઝ્રસ્એ પ્રદીપસિંહ સામે જોઈ હાસ્ય વેર્યું
શ્રમ-રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પહેલા દિવસે જરૃર કરતાંય વધારે ઉત્સાહ બતાવ્યો હતો અને એ આવેગમાં તેઓ જરૃર ના હોય એવું બોલતા હતા અને વિરોધ પક્ષના સભ્યો સામાન્ય ઇન્ફર્મેશન માગે એનો તેઓ જવાબ નહોતા આપતાં. ફેક્ટરીઓમાં થતાં પ્રાણઘાતક અકસ્માતોના કિસ્સાઓ અંગેના પ્રશ્નના જવાબમાં આ અતિ ઉત્સાહી મંત્રીએ કહી નાખ્યું હતું કે, અમારી ભાજપ સરકાર કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી. ‘ચમરબંધી’ શબ્દના ઉલ્લેખ સાથે જ ગૃહમાં સૌ ધારાસભ્યોના કાનમાં એન્ટેના ઊંચા થઈ ગયા હતા,એ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વમુખ્યમંત્રી વિજય રૃપાણીની પાછળ જમણી તરફ બીજી હરોળમાં બેઠેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે જોઈ મલક્યાં હતા. ‘કોઈ પણ ચમરબંધીને અમે છોડવાના નથી,’ એ હંમેશા પ્રદીપસિંહનું તકિયા કલામ વિધાન રહ્યું હોઈ મુખ્યમંત્રી પણ એમનો મલકાટ રોેકી શક્યા ન હતા.મેરજાએ ‘ચમરબંધી’ના ઉલ્લેખ સાથે મંત્રી તરીકેની જવાબદારીથી પોરસાતાં પોરસાતાં પોતાના વિભાગની કામગીરીની વાત આગળ ધપાવવાનું ચાલુ જ રાખ્યું હતું,પણ એમણે બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડમં સેસ દ્વારા કેટલા રૃપિયા જમા થયા હોવાની વારંવારની પૃચ્છાનો જવાબ આપવાની દરકાર કરી ન હતી.
ખેડૂતોની આવક ૨૦૨૨માં ડબલ કરવાના વાયદાના મામલે કૃષિમંત્રીનું મૌન
કૃષિ મંત્રી રાઘવજી પટેલને વિધાનસભામાં ભીંસમાં લેવાનું વિરોધ પક્ષના સભ્યો ચૂક્યાં ન હતા. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક ડબલ કરી દેવાનો ભૂતકાળમાં વાયદો કર્યો હતો જેની વિપક્ષી સભ્યોએ કૃષિમંત્રીને યાદ અપાવી હતી.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હવે ૨૦૨૨ આવવામાં બહુ વાર નથી ત્યારે રાજ્યના ખેડૂતોની આવક ડબલ થશે કે કેમ, ખેડૂતો ટેકાના ભાવ પહેલાં કરતાં ડબલ મળશે કે કેમ એ અંગે કૃષિ મંત્રીએ ફોડ પાડવો જોઈએ.વિરજી ઠુમ્મરે પણ આ જ વાત દોહરાવતા કહ્યું હતું કે, ૨૦૨૨ આવવામાં ૩ મહિના જ બાકી છે, વાસ્તવમાં ખેડૂતોની આવક તો વધવાને બદલે ઘટી ગઈ છે, એની કૃષિમંત્રીને ચિંતા છે કે કેમ.રાઘવજી હાથ લાંબા કરીને બોલવાને બદલે નીચું ઘાલી એટલું ઝડપથી બોલી ગયા હતા કે, મગફળીનો ટેકાનો ભાવ ૨૦૧૯-૨૦માં રૃ. ૫,૨૭૫ હતો, હવે ચાલુ વર્ષે વધીને રૃ. ૫,૫૫૦ કરવામાં આવ્યો છે.કૃષિમંત્રીએ ધરાર ખેડૂતોની આવ ડબલ કરવાના મુદ્દે હરફ ઉચ્ચાર્યો ન હતો.


