– કોંગ્રેસનાં ધારાસભ્યો વિધાનસભાનાં પગથિયા પર બેસી વિરોધ નોંધાવ્યો
– મોંઘવારી,એલઆરડી,વરસાદથી નુકસાન સહિતના મુદાઓ પર વિરોધ નોંધાવ્યો
ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે. 21 અને 22 ઓક્ટોબર દરમિયાન નીતિ વિષયક બાબતોની ચર્ચા કરાશે.જેને લઇને મંત્રીઓ અને ધારાસભ્યોની સુરક્ષાને લઇને પાટનગરને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયુ છે.એક તરફ વિધાનસભા સત્ર શરૂ થશે.બીજી તરફ આંદોલનકારીઓ ગાંધીનગરમાં પોતાનો અવાજ બુલંદ બનાવશે.હાલ તો ગાંધીનગર આંદોલનકારીઓથી ઉભરાયું છે.સરકાર માટે આ આંદોલન માથાનાં દુખાવા સમુ બની ગયુ છે.એવામાં આજે વિધાનસભાનું ટુકુ સત્ર મળે તે પહેલા હવે કોંગ્રેસ પણ વિરોધ કરવા માટે પહોંચી ગઇ છે.એક બાજુ સરકારી કર્મચારી અને બીજી બાજુ કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ નારેબાજી લગાવી રહી છે.
આજે વિધાનસભાનું સત્ર મળે તે પહેલા જ કોંગ્રેસનાં ધારાસભ્યો ગાંધીનગર નારાબાજી લગાવી વિરોધ કરી રહ્યા છે.વિધાનસભા સત્ર શરુ થાય તે પહેલા જ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસનાં ધારાસભ્યો વિધાનસભાનાં પગથિયા પર બેસી મોંઘવારી, એલઆરડી,વરસાદથી નુકસાન સહિતના મુદાઓ પર વિરોધ કરી રહ્યા છે. આ સાથે તમામ ધારાસભ્યએ જુદા-જુદા મુદ્દાના પોસ્ટર ગળામાં લગાવ્યા છે.સાથે હાય રે ભાજપ…હાય…હાય…જેવા નારાબાજી લગાવી ભાજપ અને મોદી વિરૂદ્ધ છાજીયા લઇને સુત્રોચ્ચાર કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ વિભાગનાં કર્મચારીઓ હાલ વિરોધ કરવા માટે ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે.અનેક માંગણીઓ સાથે સરકાર સામે વિરોધનો મોરચો માંડ્યો છે.પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થશે.બુધવારે બપોરે ૧૨ વાગે સત્રની પ્રથમ બેઠક મળશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે.ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામાં વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે થશે ચર્ચા.ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગરમાં ખેતીમાં થયેલા નુકશાન બાબતે ચર્ચા થશે.આ સાથે વિપક્ષ ટૂંકી મુદ્દતના પ્રશ્નોની ચર્ચા દરમિયાન આક્રામક રૂખ અપનાવી શકે છે.


