આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે.ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે.ભાજપથી નારાજ ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (આપ)ની વિચારધારા સાથે જોડાયા છે.જૂનાગઢના ત્રણ નેતાઓએ કમળ છોડી આપનું ઝાડુ પક્ડયુ છે.વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ સહિતના નેતાઓ આપમાં જોડાયા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના ત્રણ નેતાઓ આપમાં જોડાયા છે.કશોદના પૂર્વ ભાજપ નેતા અને હાલના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા આપમાં જોડાયા છે.ભાજપમાં જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ ભગતભાઈ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભાનુભાઇ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આ વખતની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મ દેખાઈ રહી છે.ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અવારનવાર સભા સંબોધી રહ્યા છે.જેમા મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે.અરવિંદ કેજરીવાલે ભાજપ ગુજરાતની નેતાગીરીની સાથે કેન્દ્રની નેતાગીરીની પણ ઉંઘ હરામ કરી દીધી છે.આપના સંયોજક ગુજરાતવાસીઓને ફ્રી વીજળી,મફત શાળા,મફત સારવાર,રોજગાર સહિતની ગેરન્ટી આપી છે.અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં દિલ્હી મોડલ લાગૂ કરવાનો વાયદો કર્યો છે.જેનાથી આકર્ષિત થઈ મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો આપમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ કડીમાં ભાજપના નેતાઓ પણ સામેલ થયા છે.