ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જદબ લાલ નાથ કથિત રીતે પોર્ન જોતા જોવા મળ્યા હતા.આ ક્લિપ વિધાનસભા સત્ર દરમિયાન બાગબાસા મતવિસ્તારના ભાજપના ધારાસભ્યના ફોન પર ચલાવવામાં આવી રહી હતી.આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કથિત રીતે આ ઘટના ત્યારે બની જ્યારે વિધાનસભા રાજ્યના બજેટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહી હતી.સ્પીકર અને અન્ય ધારાસભ્યો બોલી રહ્યા હતા.આ વીડિયો નાથની પાછળ બેઠેલા કોઈ વ્યક્તિએ કેપ્ચર કર્યો છે,આ વીડિયો ક્લિપમાં જોવા મળે છે કે નાથ પોતાની આંગળી વડે ફોનની સ્ક્રીનને સ્ક્રોલ કરી રહ્યા છે.પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ભાજપે ધારાસભ્ય પાસેથી ખુલાસો માંગ્યો છે અને તેમને સમન્સ પાઠવ્યા છે.નાથે હજુ સુધી આરોપો અથવા વિડિયોનો જવાબ આપ્યો નથી.સૂત્રોએ જણાવ્યું કે સત્ર પૂરું થતાં જ તેઓ વિધાનસભા પરિસરમાંથી નીકળી ગયા હતા.