નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : દુનિયાભરની આઈટી કંપનીઓમાં છટણી અને મંદી વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જોબ શોધી રહેલા લોકોના માથાના વાળ ઉભા થઈ જાય છે.આશરે 90 ટકાથી વધુ ફ્રેશર્સે વિપ્રોની તરફથી ઓછી સેલેરી પર કામ કરવાની ઓફરનો સ્વીકાર કરી લીધો છે.તેનું કારણ એ છે કે, તે ફ્રેશર્સ ઈચ્છે છે કે તેમને ઝડપથી જોઈનિંગ મળી શકે.દેશની ત્રીજી મોટી આઈટી કંપનીના સીનિયર અધિકારીઓ દ્વારા આ જાણકારી મળી છે.
વિપ્રોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્રેશર્સને લગભગ અડધી સેલેરી પેકેજની ઓફર આપી હતી.ત્યારે વિપ્રોની આ ઓફર સમાચારોમાં રહી હતી.વિપ્રોએ જે ઉમેદવારોને પહેલાં 6.5 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર કામ કરવાની ઓફર કરી હતી,તેમને પત્ર લખીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ 3.5 લાખ રૂપિયાના વાર્ષિક સેલેરી પેકેજ પર કામ કરવા તૈયાર છે?દુનિયાભરમાં આઈટી કંપનીઓના કામકાજ પર અસર પડી છે અને ટેક કારોબારમાં મંદી જોવા મળી રહી છે.આ દરમિયાન વિપ્રોના આ કદમ પર જોબ શોધનારા લોકોને નિરાશા હાથ લાગી શકે છે.
ઈકોનોમિક ટાઈમ્સે વિપ્રોના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જતિંદર લાલને ટાંકતા કહ્યું હતું કે, ફ્રેશર્સને બન્ને વિકલ્પ આપવામાં આવ્યા હતા અને આશરે 92 ટકા ફ્રેશર્સે ઓરિજિનલ ઓફર પર વિપ્રોને જોઈન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.વિપ્રોએ કેંમ્પસમાંથી હાયર કરવામાં આવેલા ફ્રેશર્સને આ ઓફર આપી હતી.વિપ્રોએ તેના માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરતા કંપનીના એટ્રિશન રેટમાં ઘટાડાની જાણકારી આપી હતી.આઈટી કંપનીWiproએ સ્ટાફને નોકરી છોડી જવાના દરમાં લગાતાર ચોથા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.માર્ચ ક્વાર્ટર સુધીના આંકડા અનુસાર વિપ્રોમાં કુલ 2.56 લાખ સ્ટાફ છે.આ ડિસેમ્બર ક્વાર્ટરના મુકાબલે 1823 જેટલો સ્ટાફ ઓછો છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં વિપ્રોના સ્ટાફની સંખ્યા 2.58 લાખ હતી.સપ્ટેમ્બર ત્રિમાસિકગાળાના અંતમાં વિપ્રોમાં 2.59 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં.