અમદાવાદ : રવિવાર : વિમાનમાં ગોવા ફરવા જવાની લાલચ આપીને સુરતની મહિલા એજન્ટે આધેડ સાથે રૃા.૮૧,૦૦૦ની છેતરપીંડી કરી હતી.જેમાં નવ વ્યકિતને ત્રણ દિવસ રહેવા જમવાનું તથા ફરવા સાથેના પેકેજની વાત કરી હતી.રૃપિયા મેળવી લીધા બાદ આધેડને સાત મહિના સુધી કોઇપણ જાતની સુવિધા આપી ન હતી અને ફોન પણ ઉપાડતા ન હતા.આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.૯ વ્યકિતને વિમાનમાં લઇ જઇ ત્રણ દિવસ રહેવા,જમવા,ફરવાનું પેકેજ નક્કી કરીને રૃપિયા મેળવી છેતરપીંડી કરી
આ કેસની વિગત એવી છે કે નરોડા જીઆઈડીસીમાં સુપર કોપ સેફ લીમીટેડ નામની કંપનીમા એકાઉન્ટન્ટ તરીક નોકરી કરતા અને ગાંધીનગર સરગાસણ ખાતે સ્થાપનમાં રહેતા દીપકભાઇ બળદેવભાઇ દરજી (ઉ.વ.૫૪)એ નરોડા પોલીસ સ્ટેશનમાં સુરતમાં રાંદેર રોડ ઉપર હેતલનગર પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા લીના અમીતભાઇ મહેતા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવી છે કે તેમની મિત્રની મદદથી મહિલાનો સંપર્ક થયો હતો.
સાત મહિના પહેલા મહિલાએ ગોવા વિમાનમાં લઇ જવા માટે વ્યકિત દીઠ રૃા.૯ હજારની વાત કરી હતી જેમાં વિમાનની ટિકીટ તથા ત્રણ દિવસ હોટલમાં રોકાવાનું અને ફરવા સહિતની સુવિધા આપવાની લાલચ આપી હતી.ફરિયાદીના પરિવાજનો તથા સગા સબંધી મળી કુલ નવ વ્યક્તિના રૃા.૮૧,૦૦૦નું જે તે સમયે ઓન લાઇન પેમેન્ટ આપી દીધું હતું.તેમ છતાં સાત મહિના સુધી મહિલા એજન્ટે ખોટા ખોટા વાયદા કરીને કોઇ સુવિધા કરી આપી ન હતી અને રૃપિયા પરત આપવાની વાત કરી હતી ત્યારબાદ ફોન પણ રિસિવ કરતા ન હતા.