અમદાવાદ : ટોરન્ટોથી દિલ્હી જઇ રહેલા વિમાનમાં અચાનક એર ટર્બ્યુલન્સ સર્જાતાં મુસાફરોના રીતસરના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ પ્રકારની રેરેસ્ટ ઓફ ધ રેર ઘટનામાં વિમાન ખરાબ વાતાવરણમાં સપડાતાં હવાનું પ્રેશર વધી ગયું હતું અને જેના કારણે એક પ્રકારનું આકાશમાં એર પોકેટ બનતા એક સાથે નવ મુસાફરોની તબિયત લથડી ગઈ હતી.જેના કારણે આ ફ્લાઈટને તાકીદે અમદાવાદ એરપોર્ટ પર સોમવારે મોડી રાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડયું હતું.પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમવારે ફરીથી દિલ્હીમાં અચાનક ખરાબ વાતાવરણથી ફ્લાઇટોને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા ટોરન્ટોથી દિલ્હી આવતી ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી.આ ફ્લાઇટને હવામાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો.ફ્લાઇટ ૩૦ હજાર ફુટ પરથી સીધી ૧૨ હજાર ફુટ નીચે આવી જતા સવાર મુસાફરો રીતસરના ગભરાઈ ગયા હતા.કેપ્ટને ક્રુને તમામ મુસાફરોને સીટ બેલ્ટ બાંધવા માટે એનાઉન્સમેન્ટ કરાયું હતું.બીજીતરફ કમનસીબી એ પણ હતી કે આજ સમયે દિલ્હીમાં ખરાબ વાતાવરણથી ફ્લાઈટ લેન્ડ ન થતા રાતે ૧૨ વાગે ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં કેપ્ટને અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી)ને એક સાથે નવ જેટલા મુસાફરોની મેડિકલ ઇમરજન્સીનો મેસેજ આપ્યો હતો.ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા રેમ્પ પર એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી.
તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી સાત જેટલા શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફથી પ્રાથમિક ઈલાજ કરવામાં આવતા તમને હોસ્પિટલ લઈ જવાની જરૃર પડી ન હતી પણ બાકીના બે મુસાફરોની હાલત થોડી ગંભીર જણાતા એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૫૨ વર્ષના ફિરોઝ ખાન અને ૨૪ વર્ષીય મહિલા ફોરેનર ક્રુ સુલનને મોડી રાતે સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.અમદાવાદ એરપોર્ટ પરથી એર કેનેડાની આ ફ્લાઈટ આજે સાંજે રવાના થઈ હતી.