By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉધના કાર્યાલય અને CR પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉધના કાર્યાલય અને CR પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
GeneralSurat

સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉધના કાર્યાલય અને CR પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

HM News
Last updated: 23/12/2021 1:04 PM
HM News
4 years ago
Share
SHARE
  • આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મુદ્દે રાજયભરની અંદર ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આજે સવારે પણ જિલ્લા સેવા સદન ખાતે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ સંગઠનના નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટી કમલમ ઉધના ખાતે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઓફિસની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં વિરોધ કરવા ન પહોંચી જાય તેની સાવચેતીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવાયો હતો.

શંકાના આધારે બંદોબસ્ત : સી. આર. પાટીલની ઓફિસની બહાર આ પ્રકારે લગભગ બંદોબસ્ત જોવા મળતો નથી.તે પણ કોઈ વિરોધ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કોઈ મુદ્દે કરવામાં આવતું હોય અને કાર્યાલય ઉપર વિરોધ કરવા આવે તેવું અત્યાર સુધી ખૂબ ઓછું બન્યું છે.કદાચ રજૂઆત કરવા માટે ક્યારેક કોઈ પહોંચ્યા હોઈ શકે.પરંતુ આમ આદમી પાર્ટીનો હાઉ ઉભો થયો છે.જે ઉધના ભાજપ કાર્યાલયથી લઈને સી.આર.પાટીલની ઓફિસ સુધી પહોંચી ગયેલો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં થયેલા વિરોધ બાદ સી.આર.પાટીલની ઓફિસે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી શકે છે.તેવી શંકાના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વિરોધ નોધાવવામાં આપ સફળ : આમ આદમી પાર્ટીએ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટવાને લઈને ખૂબ જ ઉગ્ર રીતે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ નોંધાવવામાં સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.અમદાવાદથી લઈને રાજ્યના તમામ શહેરોમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા જોવા મળી રહી છે.સી.આર.પાટીલની ઓફિસ સુધી જો બંદોબસ્ત ગોઠવવાનો વખત આવતો હોય તો સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી પોતાની સંગઠનની તાકાત બતાવવામાં સફળ થતી દેખાઈ રહી છે. એવું હાલની રાજકીય સ્થિતિ જોતા માની શકાય. આપ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે અને ત્યારબાદ ગાંધી પ્રતિમા ખાતે જે રીતે વિરોધ પ્રદર્શન થયું તે જોતા સુરત શહેરમાં સંગઠનાત્મક રીતે આમ આદમી પાર્ટી ધીરે ધીરે પોતાની તાકાત બતાવી રહ્યો હોય તેવું જણાય છે.

લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!
ઉઈગુર મુસ્લિમ મહિલાઓના મુંડન કેમ કરાવી રહ્યું છે ચીન? : UN NSAએ ખોલ્યુ ભયાનક રહસ્ય
સુરતના વરેલીમાં શ્રમિકોએ વાહનો સળગાવી કરી તોડફોડ : પોલીસ પર પણ પથ્થરમારો થતાં સ્થિતિ બગડી
સુરતી વેપારીની અનોખી ઓફર:‘1 કિલો પતંગની દોરીની ગૂંચ આપી જાઓ, 1 કિલો ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રી લઈ જાઓ’
રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
Share This Article
Facebook Email Print
Previous Article પતિ-પત્ની અને બાળકીનું મોત : અમરેલીના કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વ્યકિતનાં મોત, જિલ્લામાં ચાર દિવસમાં 10 લોકોનાં મોત
Next Article લુધિયાણા બ્લાસ્ટ : 3 વખ્ત મળ્યું હતું ઈન્ટેલિજન્સ એલર્ટ, ધમાકાના દિવસે પણ મળી હતી ચેતવણી, કોની ચૂક?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up