સુરતમાં આજે BJPના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની એક ભવ્ય રેલી નીકળવાની હતી.પરંતુ વિરોધ પક્ષનો ભારે હંગામો જોતા સીઆર પાટીલની રેલી રદ્દ કરવામાં આવી છે.હાલ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સુરત પહોંચ્યા છે.
સુરતમાં સી.આર.પાટીલની સ્વાગત રેલી રદ કરવામાં આવી છે.સુરતમાં કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતા સીઆર પાટીલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વિશે પાટીલે જણાવ્યું હતું કે, નાનો પણ ભય હોય તો જોખમ લેવા તૈયાર નહીં. મારા સ્વાગત માટે સુરતમાં ગાડીઓની લાંબી કતાર લાગી છે.લોકોની લાગણી છે એટલે મારે શક્તિપ્રદર્શનની જરૂર નથી.આવતીકાલની નવસારીની કાર રેલી પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
મને ભાજપા તરફથી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.જવાબદારી સંભાળ્યા બાદ હું પ્રથમ વખત સુરત આવ્યો છું.અહીં મારું ઘર હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય છે.આ માટે તેમણે મારા સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો છે.આ સાથે જ તેમણે મને ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. રેલીનું આયોજન પણ ખૂબ સારું થયું છે.
પરંતુ મને જાણકારી મળી છે કે1500થી બે 2000 જેટલી કાર સાથે લોકો આવી પહોંચ્યા છે.ત્યાં કિલોમીટર લાંબી લાઈન લાગી છે.આવા સંજોગોમાં નાનો પણ ભય હોય ત્યારે શહેરના લોકો માથે સંકટ ઊભું થાય તેવું પગલું ન ભરવું જોઈએ.આ કારણ મેં કાર્યકરોને પરત જવાની વિનંતી કરી છે.બીજું કે નવસારી ખાતે પણ આવતીકાલે મારા સ્વાગત માટે 1000 કાર સાથે રેલી કાઢવાની હતી તે આયોજન પણ રદ કરવા માટે મેં વિનંતી કરી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારી સાંસદ સીઆર પાટીલની નિમણૂંક કરાઈ છે.ત્યારે સુરત આવી રહેલા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટે સુરત શહેર ભાજપ દ્વારા કાર રેલી દ્વારા તેમનું સ્વાગત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પરંતુ આ કાર રેલી કેન્સલ કરવામાં આવી છે. લગભગ 24 વર્ષ બાદ દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા બાદ સીઆર પાટીલને આ જવાબદારી સોંપાઈ છે ત્યારે દરેક કાર્યકરો તેમને આવકારવા ઉત્સુક હતા, અને 30 કિ.મી.ની વિશાળ કાર રેલી દ્વારા શહેરના વિસ્તારમાં ફરીને તેમનું સ્વાગત કરવામાં આવનાર હતું.મહત્વપૂર્ણ છે કે,અગાઉ એરપોર્ટથી રેલી નીકળવાની હતી. જો કે સી આર પાટીલ બાય રોડ સુરત આવવાના હોવાથી વાલકથી તેમનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ક્યાંથી કયા રૂટ પર નીકળવાની હતી રેલ?
વાલક પાટીયા-સરથાણા જકાતનાકા-સીમાડા નાકા-કાપોદ્રા-હીરાબાગ- મિનીબજાર-દેવજીનગરથી ભવાની સર્કલ-અલકાપુરી બ્રીજથી-કિરણ હોસ્પિટલ-ગોધાણી સર્કલ- કતારગામ દરવાજા- મુગલીસરા- ચોક-વિવેકાનંદ સ્ટેચ્યુ- નાનપુરા થઈ અઠવાગેટથી મજૂરાગેટ-ઉધના દરવાજા-ભાજપ કાર્યાલય ઉધના- સોસિયો સર્કલ સુધીની કાર રેલી યોજી હતી.
કોરોનાને નાથવા માટે સરકાર રાતદિવસ પ્રયત્ન કરી રહી છે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે સમજાવી રહી છે તો ઘણી જગ્યાએ સોશિયલ સોશીયલ ડિસ્ટન્સ ન હોય તો લોકોને પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવે છે.બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હાલમાં 31મી જુલાઈ સુધી ચાર લોકો ભેગા ન થઈ શકે તે માટે કલમ 144 શહેરમાં લાગુ કરવામાં આવી છે ત્યારે સાંસદ અને ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીને કઈ રીતે પરવાનગી આપવામાં આવી તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે.તે સાથે જ સી.આર.પાટીલને આવકારવા પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓ,ધારાસભ્યો સહિત 400થી વધુ વ્યક્તિઓ ભેગા થયા હતા.
ભાજપના અધ્યક્ષ અને આવકારવા પહેલા ભાજપના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો પરંતુ 144ની કલમનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તો શું સુરત શહેર પોલીસ કમિશનર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદાકીય પગલાં ભરશે કે નહીં તે જોવાનું રહ્યું.સાથે જ સી. આર. પાટીલને આવકારવા માટે ધુમ ખર્ચો કરવામાં આવ્યો હતો.તેમના માટે એક મોટો રથ પણ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આ રેલી રદ થતાં આ તમામ તામજામ એમનો એમ પડ્યું રહ્યું હતું.
નાનું એવું જોખમ હોય તો પણ હું લેવા નથી માગતો : સી.આર.પાટિલ
સીઆર પાટીલે કહ્યું હતું કે,સુરત શહેર માટે નાનું એવું જોખમ પણ હું લેવા માંગતો ન હતો. લોકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયા હતા.તેમ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને કૉવિડ ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.પરંતુ લોકો ભેગા થાય અને સંક્રમણ વધે તેવી ભીતિ હોવાને કારણે આવેલી રદ કરવામાં આવી છે.આ ઉપરાંત આવતીકાલે પણ નવસારી ની રેલી રદ કરવામાં આવી હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું.