By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિવાદાસ્પદ અને અગાઉ વલસાડ ખાતે મહીલા છેડતી પ્રકરણમાં સંડોવાયેલા તાપી DEOએ 10 લાખ માંગ્યા : ACB ની ટ્રેપની શંકા જતા રકમ ન સ્વીકારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > વિવાદાસ્પદ અને અગાઉ વલસાડ ખાતે મહીલા છેડતી પ્રકરણમાં સંડોવાયેલા તાપી DEOએ 10 લાખ માંગ્યા : ACB ની ટ્રેપની શંકા જતા રકમ ન સ્વીકારી
Breaking News

વિવાદાસ્પદ અને અગાઉ વલસાડ ખાતે મહીલા છેડતી પ્રકરણમાં સંડોવાયેલા તાપી DEOએ 10 લાખ માંગ્યા : ACB ની ટ્રેપની શંકા જતા રકમ ન સ્વીકારી

HM News
Last updated: 17/10/2020 8:03 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા માટે રૂ. 10 લાખની લાંચ માંગી હતી.પરંતુ એ.સી.બી.ની રેડની ગંધ આવી જતા લાંચ સ્વીકારી ન હતી.પોલીસે બંને વિરુદ્ધ લાંચની માગણીનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત એક શાળામાં તાપી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ મંગળભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન કેટલાક મુદ્દાઓ સામે આવતા તેની પુર્તતા કરવા માટે શાળાને નોટિસ ફાટકારી હતી.જે મુદ્દાઓની શાળા તરફથી પુર્તતા કરવામાં આવી હતી.તેમ છતાં અન્ય કેટલાક મુદ્દાઓને લઈ ફરીથી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી પટેલે નોટિસ મોકલી હતી.આથી શાળાના આચાર્યએ રૂબરૂ મુલાકાત કરી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પુર્તતા અંગે ખુલાસો કર્યો હતો.ત્યાર બાદ શિક્ષણાધિકારીએ નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા માટે રૂ. 10 લાખની લાંચની માગણી કરી હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે તાપી જિલ્લા એલ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.ફરિયાદને આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.છટકું દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારીએ લાંચની રકમ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ક્લાર્ક રવિન્દ્ર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને આપવા જણાવતા ફરિયાદી લાંચની રકમ લઈ રવિન્દ્રને આપવા ગયા હતા.પરંતુ રવિન્દ્રને એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હોવાની શંકા જતા તેણે લાંચ સ્વીકારી ન હતી.દરમ્યાન લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલા પુરાવાના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલે સામે લાંચની માંગણીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.કલાસ 1 અધિકારી દ્વારા રૂ.10 લાખની લાંચ માંગવાની ઘટનાને લઈ તાપી જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો હતો.

બાલાકોટ એર સ્ટ્રાઈકને એક વર્ષ પૂર્ણ : એરફોર્સ ચીફે મિગ-૨૧ ઉડાવ્યું
દિલ્હીમાં વધુ એક શીખ વિરોધી રમખાણો નહીં થવા દઇએ : હાઇકોર્ટ
અમિતાભ બચ્ચન સાથે કામ કરવું સહેજ પણ સહેલું નથી : આયુષ્માન ખુરાના
શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં કિંગ અને પ્રિંસ સલમાન
શાળાની દિવાલ-દરવાજા પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો જોવા મળતા હાહાકાર
Share This Article
Facebook Email Print
Previous Article ઇન્વેસ્ટર્સ સમિટના નામે કરોડોનું કૌભાંડ, ઉત્તર પ્રદેશમાં હૉટલોના રૂમ ખાલી હતા છતાં બે કરોડ ચૂકવ્યા
Next Article વિવાદાસ્પદ આચરણ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકેલા તાપી DEO ભરત પટેલ : ACB વિસ્તૃત તપાસ કરે તો ભરત પટેલની કરોડોની બેનામી સંપત્તિનો દલ્લો મળે તેવી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up