By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિવાદાસ્પદ ટ્વીટ મામલે મુંબઈ પોલીસ દ્વારા એક્ટર KRK ની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિવાદાસ્પદ ટ્વીટ મામલે મુંબઈ પોલીસ દ્વારા એક્ટર KRK ની ધરપકડ
GeneralNational

વિવાદાસ્પદ ટ્વીટ મામલે મુંબઈ પોલીસ દ્વારા એક્ટર KRK ની ધરપકડ

HM News
Last updated: 30/08/2022 11:13 AM
HM News
3 years ago
Share
SHARE

– ખાને સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાક બોલીવુડ સ્ટાર્સ માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો અને ત્યારબાદ તેનું ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું

મુંબઈ, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર : ફિલ્મ આલોચક અને એક્ટર કમાલ રાશિદ ખાનની મુંબઈ પોલીસે 2020માં કરવામાં આવેલા એક વિવાદાસ્પદ ટ્વીટના કારણે ધરપકડ કરી છે.કેઆરકેના નામથી પ્રખ્યાત ખાનની મલાડ પોલીસે ધરપકડ કરી છે. તેમની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.કેઆરકેને આજે બોરીવલી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

કમાલ આર ખાને વર્ષ 2020માં તેણે એક ટ્વિટ કર્યું હતું ત્યારબાદ તેના પર સોશિયલ મીડિયા પર ધર્મને ઠેસ પહોંચાડતી વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ છે.યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કેઆરકે પર ધર્મ વિરુદ્ધ ટ્વિટ કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.

કમાલ રાશિદ ખાન મોટે ભાગે બોલીવુડના મોટા-મોટા સ્ટાર્સને કોસતો રહે છે અને તેઓની મજાક ઉડાવ છે.આ ઉપરાંત તે દરેક ફિલ્મ પર સમીક્ષા કરે છે.તે પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે.તાજેતરમાં જ તેણે ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી જેમાં અનેક સ્ટાર્સને કબરમાં સૂતેલા દેખાડવામાં આવ્યા હતા. આ કબરો પર ફિલ્મોના નામ પણ લખ્યા હતા.ફોટોમાં કેઆરકે બોયકોટ લખેલા પાવડા સાથે બ્રહ્માસ્ત્રની કબર ખોદતો નજર આવી રહ્યો છે જ્યારે તેની ટી-શર્ટ પર ઓમ લખેલું જોવા મળે છે.તે મોટાભાગે ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે.કમાલ રાશિદ ખાન ફિલ્મોના રિવ્યુ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.તાજેતરમાં જ તેણે પોતાના નામ પરથી ખાન સરનેમ હટાવીને કુમાર કરી દીધી હતી.તેણે એક ટ્વીટમાં લખ્યું કે, આજે મે પોતાના નામ પાછળથી ખાન સરનેમ હટાવી દીધી અને પોતાની પત્નીની સરનેમ કુમાર જોડવાનો નિર્ણય લીધો છે.મારી પત્નીનું નામ અનિતા કુમાર છે તો હવે મારું નામ કમાલ રાશિદ કુમાર હશે.

કમાલ રાશિદ ખાન રિયાલિટી ટીવી શો બિગબોસનો હિસ્સો રહી ચૂકયો છે. તેણે કેટલીક ફિલ્મમાં પણ કામ કર્યું હતું જે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.ખાને સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાક બોલીવુડ સ્ટાર્સ માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો અને ત્યારબાદ તેનું ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

કોર્પોરેટ કરદાતાઓ માટે ટૂંક સમયમાં સરકાર કરી શકે છે આ જાહેરાત
મુંબઇની 269 અનધિકૃત શાળાઓમાં બાળકોનું એડમીશન નહિ લેવા પાલિકાની અપીલ
લોકડાઉનની જાહેરાત થતા જ દારૂની દુકાનો પર લાગી ભીડ, દારૂની પેટીઓ ખરીદતા જોવા મળ્યા લોકો
અલીગઢમાં જનતા કરફ્યુ વચ્ચે પણ 500 મહિલાઓના CAAના વિરોધમાં ધરણા
કોરોના EFFECT : તમામ પ્રકારના EMI પર ત્રણ મહિના સુધી રાહત
Share This Article
Facebook Email Print
Previous Article સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં ગેંગસ્ટર લોરેન્સના ભાણિયા સચિન વિશ્નોઈની અઝરબૈજાનમાં ધરપકડ
Next Article રાજ્યમાં અવિશ્વાસના રાજકારણ વચ્ચે ઑફરની મોસમ જોરદાર ખીલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up