By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના સૌથી ઠંડાગાર સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયેલું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના સૌથી ઠંડાગાર સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયેલું
GeneralInternational

વિશ્વના સૌથી ઠંડાગાર સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયેલું

HM News
Last updated: 17/12/2021 5:48 AM
HM News
4 years ago
Share
SHARE

– ગરમી સરેરાશ કરતા 10 ડિગ્રી વધારે નોંધાઈ

– 20 જુન -2020માં નોંધાયેલા ઉંચા તાપમાનની પુષ્ટી થઈ

મોસ્કો : વધતી જતી ગ્લોબલ વોર્મિગની અસર દુનિયાના સૌથી ઠંડા ગણાતા આર્કેટિક વિસ્તારમાં થવા લાગી છે.આર્કેટિકના એક ભાગમાં રેકોર્ડતોડ સૌથી વધુ ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધતા હવામાન વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો વિમાસણમાં પડયા છે.જો કે આ તાપમાન ગત જુન મહિનામાં જોવા મળ્યું હતું પરંતુ યુએનની વિશ્વ હવામાન સંસ્થાએ હવે તેની પુષ્ટી કરતા બરફ પિગળવાથી પૃથ્વીના વિનાશની આગાહી સાચી પડતી જણાય છે.આ તાપમાન સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં જોવા મળ્યું હતું.સમગ્ર વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ કરતા ૧૦ ડિગ્રી વધારે જોવા મળ્યો હતો.

આ એક એવી અસામાન્ય ઘટના છે જેનાથી સમગ્ર વિસ્તારના શિયાળાને લાંબા ગાળે ખતમ કરી નાખશે.પૃથ્વીના કોઇ પણ એક મોટા ભૂભાગમાં તાપમાનમાં વધઘટ થાય તેની અસર સમગ્ર પૃથ્વી પર થાય છે.આર્કેટિકમાં ગરમીનું આટલું ઉંચુ પ્રમાણ ખૂબ જોખમી છે.આર્કેટિકમાં વધતા જતા તાપમાનનું એક કારણ જંગલોમાં વધતી જતી આગ છે.આગના કારણે ધૂમાડાના વાદળો સતત છવાયેલા રહે છે જેનાથી ગરમીનું પ્રમાણ વધે છે.વર્ખોયાન્સ્ક આર્કેટિક સર્કલથી ૧૧૫ કિમી દૂર છે.આ સ્થળે હવામાન વિભાગનું કેન્દ્ર ૧૮૮૫થી કાર્યરત છે.

બરફ પીગળવાથી સદીઓ જુના બેકટેરિયા અને વાયરસ બહાર આવવાની શકયતા

આર્કેટિકનું સરેરાશ તાપમાન વૈશ્વિક તાપમાનથી સરેરાશ બે ગણું વધારે ગરમ થઇ રહયું છે.આર્કેટિકમાં કાર્બન રિચ પીટનો જમાવડો છે જે ઝડપથી આગ પકડે છે.તેની ગરમીથી આર્કેટિકની મોટા પડ તૂટી રહયા છે.ફર્મોફોસ્ટ  પિગળવાથી સદીઓ જુના બેકટેરિયા અને વાયરસ બહાર આવવાની શકયતા છે.આમ જેના વિશે કયારેય વિચાર્યુ ન હતું એવી પરીસ્થિતિનું નિર્માણ થઇ રહયું છે.દુનિયામાં વિશિષ્ટ ગણાતા પોલર બીયર એટલે કે ધુ્રવીય રીંછની પ્રજાતિ ખતમ થઇ જશે.જો કે એક માહિતી મુજબ માત્ર આર્કેટિક વિસ્તાર જ નહી ગત વર્ષ એન્ટાર્કટિકામાં આવેલા આર્જન્ટિનાના બેઝ પર ૧૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ઇટલીના સાઇરાકસમાં ૪૮.૮ ડિગ્રી તાપમાનનો રેકોર્ડ થયો હતો.

પણદા નજીક રેતી ભરેલ ડમ્પરને નડ્યો અકસ્માત, ચાલકનો આબાદ બચાવ
ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે PM મોદીની આજે મંત્રી પરિષદ સાથે બેઠક, ચૂંટણી રાજ્યોની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના
માંચેસ્ટર સિટીએ એસ્ટન વિલા સામેની રોમાંચક જીત સાથે ઈંગ્લિશ પ્રીમિયર લીગ ટાઈટલ જાળવ્યુંં
ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે,કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે
ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’
Share This Article
Facebook Email Print
Previous Article જૈકલીન-સુકેશ કેસ : હોમ સેક્રેટરી બનીને રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે ઠગાઈ,અમિત શાહના નામે લીધા 200 કરોડ
Next Article ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાના મહત્વનો સમગ્ર વિશ્વમાં નેધરલેન્ડનો યુવાન કરે છે પ્રચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up