– વિશ્વભરના 117 દેશોના 6,475 શહેરોનો રિપોર્ટ
– દિલ્હી સતત ચોથી વખત વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની જાહેર થઈઃ અત્યંત ખતરનાક પ્રદૂષણ વચ્ચે જીવતા લોકો
નવી દિલ્હી : ભારતમાં હવા પ્રદૂષણની સ્થિતિ ૨૦૨૧માં અત્યંત વણસી ગઈ છે,એમ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવાયું હતું.સ્વિસ ફર્મ આઇક્યુએર દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.આ રિપોર્ટ મુજબ વિશ્વના ટોચના ૧૦૦ પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬૩ શહેરોનો સમાવેશ થાય છે.તેમા પણ નવી દિલ્હી સતત ચોથી વખત વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની જાહેર થઈ છે.
અગાઉ ત્રણ વખત દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી હતી.સ્વિસના એક સંગઠન આઇક્યુએર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.જેને વિશ્વ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે.
આ રિપોર્ટને ૧૧૭ દેશોના કુલ ૬૪૭૫ શહેરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વના સૌથી પ્રદૂષિત રાજધાનીમાં દિલ્હી પછી ઢાકાનો સમાવેશ થાય છે.ત્રીજા ક્રમે ચાડનુુ એનડીજામેના, તાઝિકિસ્તાનનું દુશાનબે,અને ઓમનનું મસકેટ શહેરનો સમાવેશ થાય છે.નવી દિલ્હીમાં ૨૦૨૧માં પીએમ૨.૫માં ૧૪.૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો.ભારત સૌથી પ્રદૂષિત શહેરોમાં પણ આગળ છે.ટોચના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૩૫ ભારતમાં છે.
આ રિપોર્ટ અનુસાર ભારતનું એક પણ શહેર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા એક પણ માપદંડોને પુરા ન કરી શક્યું.ગ્રીનપીસ ઇન્ડિયાના અવિનાશ ચંચલે આઇક્યુએઆઇઆરના તાજેતરના આંકડા અંગે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ રિપોર્ટ સરકારો અને નગરનિગમો માટે એક વેકઅપ કોલ સમાન છે.ફરી એક વખત ઉજાગર થઇ રહ્યું છે કે લોકો ખતરરનાક પ્રદૂષિત હવામાં જીવી રહ્યા છે.શહેરી વિસ્તારોમાં વાહનો દ્વારા વધુ પ્રદૂષણ ફેલાય છે.ભારતમાં દર વર્ષે વાહનોનું વેચાણ વધી રહ્યું છે.આઇક્યુએરના સીઇઓ ફ્રેંક હેમ્સે કહ્યંુ હતું કે ચોંકાવનારનું સત્ય સામે આવ્યું છે કે વિશ્વનું એક પણ મોટુ શહેર કે દેશ પોતાના નાગરિકોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના માપદંડો મૂજબ સુરક્ષિત અને સ્વસ્થ હવા પ્રદાન નથી કરી શક્યું.

