By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવા સન્માનની વાત છે : ડોનાલ્ડ ટ્રમ્પ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવા સન્માનની વાત છે : ડોનાલ્ડ ટ્રમ્પ
GeneralInternational

વિશ્વના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવા સન્માનની વાત છે : ડોનાલ્ડ ટ્રમ્પ

HM News
Last updated: 20/05/2020 9:44 AM
HM News
5 years ago
Share
SHARE

વૉશિંગ્ટન,તા. 20 મે 2020, બુધવાર

કોરોના વાયરસ સંક્રમણને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર નિવેદન આપ્યુ છે જેના લીધે તેમની ટીકા થઇ રહી છે.તેમનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસ દુનિયામાં સૌથી વધારે હોવા તે સન્માનની વાત છે. તેમણે મંગળવારે વ્હાઇટ હાઉસમાં કહ્યુ,’જ્યારે તમે કહો છો કે અમે સંક્રમણના કેસમાં આગળ છીએ ત્યારે મને જરાય ખોટુ લાગતુ નથી. એનો અર્થ એ છે કે અમે બીજા બધા કરતા વધારે ટેસ્ટ કર્યા છે.આ સારી વાત છે તેનાથી જાણવા મળે છે કે અમારું પરીક્ષણ સારુ છે.હું તેને સન્માનના રૂપમાં જોવું છું.’

માહિતી અનુસાર,અમેરિકામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 15 લાખ 70 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે.ત્યારે 93 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદ બીજા સ્થાને રશિયા છે જ્યાં લગભગ ત્રણ લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે.

ટ્રમ્પના આ નિવેદનની ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટીકા કરી છે.કમિટીએ કહ્યુ કે દેશમાં કોરોનાના 10 લાખથી વધારે કેસ હોવા તે આપણા નેતૃત્વની નિષ્ફળતા છે.આ પહેલા ગત સપ્તાહે સેનેટની બેઠકમાં પણ ટેસ્ટને લઇને પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

અમેરિકાના સેન્ટર્સ ફૉર ડીસીઝ કંટ્રોલ અનુસાર મંગળવાર સુધી અમેરિકામાં એક કરોડ 60 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.માહિતી અનુસાર અમેરિકા ટેસ્ટ કરવામાં ઘણુ પાછળ છે.અમેરિકા પ્રત્યેક એક હજાર લોકોના ટેસ્ટ કરવાના કિસ્સામાં તે દુનિયાના 16માં સ્થાને છે.યાદીમાં અમેરિકા આઇસલેન્ડ,ન્યૂઝીલેન્ડ,રશિયા અને કેનેડા જેવા દેશોથી પાછળ છે.છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાએ દરરોજ ત્રણથી ચાર લાખ ટેસ્ટ કર્યા છે.

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસમાં PI અજય દેસાઈ સહિત અન્ય આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજુર
હિંદુ સંસ્કૃતિનું સમર્થન કેમ કરે છે ? ‘કાંતારા’ મુવી જોવા ગયેલા મુસ્લિમ યુગલ પર હુમલો : ફરિયાદ દાખલ
હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયો : બહેન રેશ્મા પટેલએ હૈયાવરાળ ઠાલવતાં લખ્યો પત્ર
દેશમાં ધીમે-ધીમે ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના, 4 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો
મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો
Next Article ડુંગળીની આડમાં દારૂનો જથ્થો લઈ જતો ટ્રક પકડાયો : જિલ્લા ઓપરેશન ગ્રુપે કીમ ખાતેથી 23 લાખનો દારૂ પકડી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up