By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના 27 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રવેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના 27 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રવેશ
GeneralInternational

વિશ્વના 27 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રવેશ

HM News
Last updated: 02/12/2021 10:18 AM
HM News
4 years ago
Share
SHARE

દિલ્હી : કોરોનાના નવા વેરિયન્ટે બે અઠવાડિયા પહેલાં દક્ષિણ આફ્રિકામાં દેખા દીધી હતી.અહીં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો.તે બાદ હવે નવું વેરિયન્ટ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી વિશ્વભરમાં પ્રસરી રહ્યું છે.હવે તે વિશ્વના 27 દેશોમાં પહોંચી ગયું છે.બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વેરિઅન્ટ અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગયું છે.

આ અત્યંત ચેપી વેરિયન્ટ પ્રવાસીઓ દ્વારા આ દેશોમાં પહોંચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી અમેરિકા પરત ફરેલી વ્યક્તિ આ પ્રકારથી સંક્રમિત જોવા મળી છે.અમેરિકાનો આ પહેલો કેસ છે.ઈઝરાયેલમાં પણ ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે.ચેપગ્રસ્ત વ્યક્તિ માલાવી રોડથી બસમાં બેસીને તેલ અવીવ પહોંચ્યો હતો.ઈટાલીમાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે.

દક્ષિણ આફ્રિકામાં નવા 1100 કેસમાંથી 90 ટકા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓ છે,ત્યાં 8561 કેસ નોંધાયા છે.ઉપરાંત બોત્સ્વાનામાં 19, નેધરલેન્ડ,પોર્ટુગલ અને ફ્રાન્સમાં 13-13, ઓસ્ટ્રેલિયામાં છ,યુકે અને કેનેડામાં પાંચ-પાંચ,હોંગકોંગમાં ચાર, સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રણ જર્મની,નોર્વે, બ્રાઝિલ અને ડેનમાર્કમાં બે-બે ઓમિક્રોન વેરિયન્ટના કેસો મળી આવ્યા છે.આ દેશો સિવાય બેલ્જિયમ,ચેક રિપબ્લિક,ઓસ્ટ્રિયા,સ્પેન,સ્વીડન,જાપાન,સાઉદી અરેબિયા અને યુએઈમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.નવા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોનની ચિંતાને લીધે કેન્દ્રને આ પગલું ભરવાની ફરજ પડી છે.તાજેતરમાં જ સરકાર દ્વારા 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકર્તા ડીજીસીએના જણાવ્યા અનુસાર કોમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સેવા શરૂ કરવાની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

ફિશ એક્સપોર્ટ બંધ થતા દ.ગુજરાતના 2 લાખ માછીમારોને આશરે 20 કરોડનું નુકસાન
શું અમે તમારા ગુલામ છીએ? પશ્ચિમી દેશોની 22 રાજદૂતોના સંયુક્ત પત્ર પર ભડક્યા ઈમરાન ખાન
કોરોનાથી ભારતને રૂ.9 લાખ કરોડનો ફટકો
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ અને ટ્રેકનું કામ યુદ્ધના ધોરણે શરૂ
વિશ્વભરમાં યુદ્ધની તૈયારી માટે ખર્ચ કરવામાં આવ્યા 1.9 ટ્રિલિયન ડોલર : અગાઉના વર્ષની તુલનામાં 3.6 ટકાનો વધારો
Share This Article
Facebook Email Print
Previous Article કેરેબિયન દેશ બાર્બાડોસ 400 વર્ષ બાદ બ્રિટિશ રાજ ફગાવી આઝાદ થયો
Next Article 36નો વર અને 81ની વહુ, કપલે સેક્સ લાઈફ અને લોકોની ટીકાઓ વિશે કર્યો ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up