નવી દિલ્હી, તા.૩૦ : સામાન્ય રીતે લગ્ન જીવનમાં કોઈ પણ પતિ-પત્ની બીજા કોઈ પણ સ્ત્રી કે પુરૂષની દરમિયાનગીરી પસંદ કરતા નથી.ભૂલથી પણ કોઈ પતિ અન્ય સ્ત્રી સાથે કે કોઈ પત્ની અન્ય પુરુષ સામે જુએ કે તેના વખાણ કરે તો ગમતું નથી હોતું.સામાન્ય રીતે આપણાં ત્યાં લગ્ન જીવનમાં એક સ્ત્રી કોઈ બીજી સ્ત્રીની દરમિયાનગીરી કયારેય ચલાવી લેતી નથી.મિઝોરમમાં એક એવું ગામ છે જયાં એક એવો વ્યકિત રહે છે જેને ૩૯ પત્નીઓ રાખી છે. ૩૯ પત્નીઓ સાથે આ મહાશય એક જ ઘરમાં રહે છે.ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફેબ્રુઆરી ૨૦૧૧માં તેનો દુનિયાના સૌથી મોટા પરિવાર તરીકેનું સ્થાન મળ્યું હતું.
મિઝોરમના એક ગામમાં ઝિઓના નામનો ખ્રિસ્તી સંપ્રદાય ચના પાવલનો નેતા રહે છે. જે પોતાની ૩૯ પત્નીઓ સાથે એક જ દ્યરમાં રહે છે. તેને ૩૯ પત્નીઓ અને તેના થકી ૯૪ સંતાનો છે. હાલ સંતાનોના દ્યરે પણ સંતાનો છે.તેના પરિવારમાં કુલ ૧૮૦ સભ્યો છે.ઝિઓનાનો પરીવાર ભારતમાં સૌથી મોટો પરિવાર હોવાથી તેમનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.આ પરિવાર મિઝોરમના બકતાવંગ ગામમાં રહે છે. ઝિઓનાનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૪૫જ્રાક્નત્ન થયો હતો.જે જૂન ૧૯૪૨જ્રાક્નત્ન રચાયેલ એક ખ્રિસ્તી સંપ્રદાય ચના પાવલના નેતા છે.ઝિઓનાના પરિવારમાં કુલ ૩૯ પત્નીઓ, ૯૪ બાળકો, ૧૪ પુત્રવધૂ અને ૩૩ પૌત્ર-પૌત્રી એમ કરીને કુલ ૧૮૦ સભ્યો છે.
ઝિઓનાના ૧૭ વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન થયા હતા.તેમની પ્રથમ પત્નીનું નામ ઝાથીંગી છે.ઝાથીંગી ઝિઓનાથી ત્રણ વર્ષ મોટી છે. ઝાથીંગી સાથે લગ્ન કર્યા બાદ એક સમય એવો આવ્યો કે એક જ વર્ષમાં ઝિઓનાએ ૧૦ લગ્ન કર્યા.ઝિઓનાને હાલ સુધી ૩૯ પત્નીઓ છે.દ્યરમાં કુલ ૧૮૦ લોકો રહેવા છતા ઝિઓના શિસ્ત સાથે દ્યરની પ્રવૃત્ત્િ।ઓને નિયંત્રિત કરે છે.
૧૦૦દ્મક વધારે રૂમવાળી ૪ માળની હવેલીમાં રહે છે પરિવાર
ઝિઓનાએ તેના વિશાળ કુટુંબને સમાવવા માટે એક ચાર માળની હવેલી બનાવી છે.જે એક બોર્ડિંગ હાઉસની જેમ દેખાય છે.ઘરને ‘ચૂઆન થાર રન’ અથવા નવી પેઢીનું મકાન કહેવામાં આવે છે અને તે બકતાવંગના પર્વતીય ગામમાં આવેલું છે. તેમની બધી પત્નીઓની ઉમર ૨૨થી ૪૦ વર્ષની વચ્ચેની છે.ઝિઓનાએ બનાવેલી હવેલીના પહેલા માળે ૩૦થી ૪૦ વર્ષની પત્નીઓ રહે છે અને જયારે ૨૨થી ૩૦ વર્ષની પત્નીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે.અજબ ગજબની વાત તો એ છે કે ૩૯ પત્નીઓ હોવા છતા કોઈ પત્ની વચ્ચે કયાંરેય કોઈ પ્રકારની તકરાર થતી નથી.ઝિઓનાના ૨૬ જમાઈ છે અને તેમની પુત્રીઓ પોત-પોતાના પરિવાર સાથે અલગથી રહે છે.
ઝિઓનાનો પરિવારના દરેક સભ્યો આત્મનિર્ભર છે.છોકરાઓ પોતાની રીતે કમાય છે જયારે દ્યરની સ્ત્રીઓને ઝિઓનાએ કામ સોંપેલા છે.ઝિઓનાની પત્નીઓ રસોઈ બનાવે છે,અને તેની પુત્રીઓ ઘરની સફાઈનુ કામ કરે છે અને લોન્ડ્રીમાં કપડાં ધોવાનુ પણ કામ કરે છે.કુટુંબના માણસો પશુધન ઉછેર,ખેતીવાડી,લાકડાના ફર્નિચર (સુથારકામ) જેવા નાના-નાના કુટીર ઉદ્યોગો,એલ્યુમિનિયમના વાસણો બનાવવાનુ કામ કરે છે.


