By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વમાં કુલ કેસ ૧૯ લાખથી વધુ : મૃત્યુઆંક ૧.૧૯ લાખને પાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વમાં કુલ કેસ ૧૯ લાખથી વધુ : મૃત્યુઆંક ૧.૧૯ લાખને પાર
GeneralInternational

વિશ્વમાં કુલ કેસ ૧૯ લાખથી વધુ : મૃત્યુઆંક ૧.૧૯ લાખને પાર

HM News
Last updated: 14/04/2020 10:59 AM
HM News
5 years ago
Share
SHARE

અમેરિકામાં મૃત્યુઆંક ૨૩ હજારને પાર,કુલ કેસ ૫,૮૭,૧૭૩ : વિશ્વમાં ૨૪ કલાકમાં ૫૦૦૦થી વધુના મોત : લંડનમાં ૭ મે સુધી લોકડાઉન લંબાવાશે : ઇટાલીમાં મૃત્યુઆંક ૨૦ હજારને પાર : સ્પેનમાં મૃત્યુઆંક ૧૭ હજારને પાર

વોશિંગ્ટન તા. ૧૪ : વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૯,૩૦,૦૧૪ સંક્રમિતો થયા છે.૧,૧૯,૭૮૯ના મોત થઇ ચૂકયા છે.બીજી બાજુ ૪,૫૩,૦૧૮ સ્વસ્થ પણ થયા છે.કોરોના મહામારી વચ્ચે દક્ષિણ કોરીયામાં ૧૫ એપ્રિલે ૩૦૦ સીટો પર ચુંટણી થવાની છે.અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨૩,૬૪૪ના મોત થયા છે.તેમાં ફકત ન્યુયોર્કમાં ૧૦ હજારથી વધુના મોત થયા છે.બીજી બાજુ અમેરિકામાં સંક્રમણના કેસ ૫,૮૭,૦૦૦થી વધુ થઇ ગયા છે.ન્યૂયોર્કમાં ૧,૯૫,૦૦૦થી વધુ સંક્રમિત છે.

અમેરિકામાં ગઇકાલે ૧૫૩૫ના મોત થયા છે.જ્યારે સંક્રમણના અકીલા ૨૬,૬૪૧ કેસ સામે આવ્યા છે.કોરોનાને અટકાવવા માટે લંડનમાં લાગુ લોકડાઉનનો સમયગાળો ૭ મે સુધી વધારવામાં આવશે.લંડનના વિદેશમંત્રી અને હાલની કાર્યવાહક વડાપ્રધાન તેનું એલાન કરશે ત્યાં સોમવારે ૭૧૭ લોકોના મોત થયા છે.જ્યારે ૪,૩૪૨ નવા કેસ સામે આવ્યા છે.ઇટાલીમાં ૫૬૬ લોકોના મોત થયા છે તેની સાથે જ દેશમાં કુલ મોત ૨૦,૪૬૫ થયા છે.અમેરિકા બાદ ઇટલી બીજો દેશ છે.જ્યારે ૨૦ હજારથી વધુ લોકોના મોત થયા છે.બીજી બાજુ સોમવારે સંક્રમણના ૩,૧૫૩ નવા કેસ નોંધાયા છે.દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા ૧,૫૯,૫૧૬ થઇ ગઇ છે.તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૨૯૬ના મોત થયા છે.જ્યારે ૬૧ હજારથી વધુ સંક્રમિત છે.સ્પેન અને પોર્ટુગલમાં પણ કોરોનાના પ્રકોપને જોઇને દેશની સરહદોને ૧૫ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.પોર્ટગલમાં કોરોનાના ૧૬,૯૪૩ કેસોની પુષ્ટિ થઇ છે.બીજીબાજુ ૫૩૫ના મોત થયા છે.પોર્ટુગલમાં ૨૪ કલાક દરમિયાન કોરોના ૩૪૯ નવા કેસ સામે આવ્યા છે.બ્રાઝીલમાં કોરોનાની સંખ્યા વધીને ૨૩,૭૨૩ થઇ છે.બીજીબાજુ ૧૩૫૫ના મોત થયા છે.બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં ૨૪ કલાક દરમિયાન ૧૨૬૧ નવા કેસ સામે આવ્યા છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ અમેરિકા

કુલ કેસ : ૫,૮૭,૧૭૩ મૃત્યુઆંક : ૨૩,૬૪૪ સ્પેન કુલ કેસ : ૧,૭૦,૦૯૯ મૃત્યુઆંક : ૧૭,૭૫૬ ફ્રાંસ કુલ કેસ : ૧,૩૬,૭૭૯ મૃત્યુઆંક : ૧૪,૯૬૭ ઇટાલી કુલ કેસ : ૧,૫૯,૫૧૬ મૃત્યુઆંક : ૨૦,૪૬૫ જર્મની કુલ કેસ : ૧,૩૦,૦૭૨ મૃત્યુઆંક : ૩,૧૯૪ લંડન કુલ કેસ : ૮૮,૬૨૧ મૃત્યુઆંક : ૧૧,૩૨૯

ભાગેડુ હિરા વેપારી મેહુલ ચોકસીની ડોમિનિકા બેટ પરથી ધરપકડ
શું તમારો પગાર રૂ.21000 છે? તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ
International Yoga Day : સુરત બન્યું યોગમય, 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો
પુત્ર કાર્તિ સાથે જોડાયેલા કેસમાં CBIના પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના રહેઠાણ પર દરોડા
સંતાન પ્રાપ્તિની ઘેલછામાં વિધિ કરાવવા માટે પતિએ પત્નીને મોકલી તાંત્રિક પાસે અને પછી થયું એવું કે.
Share This Article
Facebook Email Print
Previous Article આવતીકાલથી માર્કેટ યાર્ડ ધમધમતા થશે: ગુજરાત સરકારનો નિર્ણય
Next Article સોમવારથી ઉદ્યોગ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up