સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સામેનું યુદ્ધ લડી રહી છે.આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકાની વચ્ચે તણાવ વધી ગયો છે.ચીનની સેના પીપલ્સ લિબ્રેશન આર્મીનો દાવો છે કે તેણે અમેરિકાના વોરશિપને દક્ષિણ ચીન સાગરમાંથી ખદેડી દીધા છે.ચીને દાવો કર્યો છે કે તેણે પોતાના યુદ્ધ વિમાનોને મોકલીને પોતાના નિયંત્રણ હેઠળના દક્ષિણ ચીન સાગરમાંથી અમેરિકન યુદ્ધ જહાજને પરત ફરવા માટે મજબૂર કર્યું.
ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ
ચીની સેનાએ અમેરિકાના ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર બૈરી પર ઉશ્કેરણીજનક હરકત કરવાનો અને ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. ચીની સેનાએ જણાવ્યું કે અમેરિકન યુદ્ધજહાજની ઘૂસણખોરી બાદ તેને ટ્રેક, મોનિટર, વેરીફાઇ અને આઇડેન્ટીફાઇન કરીને ખદેડી દેવામાં આવ્યું. આ કાર્યવાહી પાર્સલ આઇલેન્ડની નજીક કરાઇ. ચીનનો આરોપ છે કે અમેરિકન યુદ્ધ જહાજ મંજૂરી વગર જ આ વિસ્તારમાં દાખલ થયું હતુ.