નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની કોરોના અને આર્થિક મંદીની સ્થિતિમાં દેશ ફરી મજબૂત અને આત્મનિર્ભર થઈને બહાર આવશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.કો ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ટીઝના વાર્ષિક સમારોહને સંબોધતા કહ્યું કે હું દેશના અર્થતંત્ર માટે વિશ્ર્વાસ ધરાવુ છું.કારણ કે દેશના લોકોની પ્રતિભા અને ટેકનાલોજી પર ભરોસો છે.મોદીએ કહ્યું કે વિશ્ર્વના અન્ય દેશો કરતા ભારતમાં કોરોનાની જે સ્થિતિ છે તે દર્શાવે છે કે સરકારે લોકડાઉન સહિતના જે સમયસરના પગલા લીધા તેના કારણે આપણે મોટા સંકટમાંથી બચી શકયા છીએ.દેશને લોકડાઉનથી ફાયદો થયો છે અને દેશના ઉદ્યોગના નેતૃત્વના મનમાં ચોકકસ એ પ્રશ્ર્ન હશે કે આપણે એક દેશ તરીકે શું કરવા જઈ રહ્યા છીએ.આત્મનિર્ભર ભારત તરીકે આપણે શું કરવા જઈ રહ્યા છીએ પણ મારો જવાબ છે કે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી એ અમારી પ્રાથમીકતા છે.જે કંઈ તાત્કાલીક નિર્ણયો લેવાની જરૂર હતી તે લેવાયા છે.મોદીએ કહ્યું કે રીફોર્મ એટલે મારા અને નિર્ણયો લેવાનું સાહસ કરવું એ અમો લઈ રહ્યા છીએ.
મોદીએ પાંચ પોઈન્ટની વ્યાખ્યા આપતા કહ્યું કે આત્મનિર્ભર,ભારતલક્ષી,સર્વગ્રાહી,મૂડીરોકાણ,માળખાકીય સુવિધા અને સંશોધન-ઈનોવેશનથી જ દેશ આગળ વધી શકશે.મોદીએ ઉદ્યોગ જગતને આહવાન કરતા કહ્યું કે જો તમો એક ડગલું આગળ વધશો તો સરકાર ચાર ડગલા આગળ વધશે. સીઆઈઆઈની 125મી વર્ષગાંઠ પર અભિનંદન આપતા મોદીએ કહ્યું કે અમોએ એમએસએમઈને માટે જે પેકેજ આપ્યું છે તે સર્વને ફાયદો કરાવશે.