લોકડાઉનમાં છૂટછાટ આપી ત્યારે જ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી
નવી દિલ્હી : ચીનથી પ્રસરેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે જોકે ચીનમાં જીવલેણ કોરોના વાયરસના 1541 દર્દીઓ અંગે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.આ દર્દીઓ વિશે ચીને જણાવ્યું છે કે તેમના શરીરમાં કોરોનાનો એક પણ લક્ષણ જોવા મળ્યો નથી.જેના કારણે ચીનમાં ફરીથી Covid-19નો બીજો રાઉન્ડ શરૂ થવાનું જોખમ શરૂ થઈ ગયું છે.ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે અચાનક જાહેરાત કરી હતી કે તેઓ એવા રોગીઓની જાહેરાત કરશે જેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી.ચીનની સરકારી સમાચાર એજન્સી એનએચસીના માધ્યમથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં એવા 1541 દર્દીઓની ઓળખ કરી અને તેમને ક્વૉરન્ટીનમાં ધકેલી દેવામાં આવ્યા છે. આમાંથી 205 વિદેશથી આવેલા નાગરિકો હતા.ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના પ્રમુખ ચાંગ ઝાઇલે જણાવ્યું કે બુધવારે આ પ્રકારના રોગીઓની સંખ્યા અને તેમની સ્થિતિ અંગે માહિતી આપશે.તેમના મતે આ પ્રકારના દર્દીઓનાં કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય છે.