નવી િદલ્હી : યુરોપની‘બ્રેડ બાસ્કેટ’કહેવાતા યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ખાદ્ય પુરવઠાની સ્થિતિ ગંભીર બની રહી છે.આ સંકટને લઈને કૃષિ નિષ્ણાત સારા મેનકરે સંયુક્ત રાષ્ટ્રને ચેતવતા જણાવ્યું છે કે વિશ્વ પાસે માત્ર 10 અઠવાડિયા એટલે કે 70 દિવસ ચાલે એટલા જ ઘઉં બચ્યા છે.આ સ્ટોક 2008 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે વિશ્વમાં આવી ખાદ્ય કટોકટી ‘એક પેઢીમાં એકવાર’થાય છે.દરમિયાન,હવે વિશ્વની નજર જાપાનમાં યોજાનારી ક્વાડ દેશોની બેઠક પર ટકેલી છે જેમાં ભારતના ઘઉંની નિકાસ પર પ્રતિબંધના કારણે અમેરિકા સહિતના યુરોપિયન દેશો તણાવમાં આવી ગયા છે.એક અહેવાલ જણાવે છે કે વિશ્વમાં ઘઉંનો માત્ર 10 અઠવાડિયાનો પુરવઠો છે.ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વિશ્વના ચોથા ભાગના ઘઉં સપ્લાય કરે છે અને પશ્ચિમી દેશોને ડર છે કે પુતિન ઘઉંનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.પશ્ચિમી દેશોને ડર છે કે રશિયન પ્રમુખ ઇરાદાપૂર્વક વૈશ્વિક ખાદ્ય પુરવઠાને ખોરવી નાખવા અને યુક્રેનના ફાર્મ સાધનોનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના ઘઉંની ચોરી કરી રહ્યા છે.બીજી બાજુ,ખરાબ હવામાનને કારણે,યુરોપ અને અમેરિકામાં ઘઉંના પાકને નુકસાન થયું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જાપાનમાં ક્વાડની બેઠકમાં પીએમ મોદી સાથે ઘઉંની નિકાસનો મુદ્દો ઉઠાવી શકે છે.અમેરિકાએ કહ્યું છે કે ક્વાડ બેઠકમાં ઘઉંના સંકટ પર ચર્ચા કરવામાં આવશે.બાઇડેન પીએમ મોદીને પ્રતિબંધ હટાવવાની અપીલ કરી શકે છે.

