By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વ વન દિવસ : સુરત વન વિભાગ દ્વારા જગંલમાં કરવામાં આવ્યુ રોપાઓનું વાવેતર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વિશ્વ વન દિવસ : સુરત વન વિભાગ દ્વારા જગંલમાં કરવામાં આવ્યુ રોપાઓનું વાવેતર
GeneralSurat

વિશ્વ વન દિવસ : સુરત વન વિભાગ દ્વારા જગંલમાં કરવામાં આવ્યુ રોપાઓનું વાવેતર

HM News
Last updated: 21/03/2023 12:29 PM
HM News
2 years ago
Share
SHARE

સુરત,તા.21 માર્ચ 2023,મંગળવાર : 21 મી માર્ચ સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.શહેરીકરણના કારણે શહેરમાં વૃક્ષોની સંખ્યા ભલે ઘટી હોય પરંતુ તેની સામે સુરત જિલ્લામાં આજુબાજુના ગામડાઓમાં અને જંગલોમાં વૃક્ષોની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે.સુરત વન વિભાગ દ્વારા વર્ષ 2022-23 માં 1440 હેકટરમાં વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં 49672 હેકટરમાં જંગલ વિસ્તાર આવેલો છે.જંગલોના સંવર્ધન અને રક્ષણ માટે 21મી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.દર વર્ષે વન દિવસની થીમ અલગ અલગ રાખવામાં આવતી હોય છે.આ વર્ષે જંગલો અને તેમના આરોગ્યની થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.શહેરી વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે પરંતુ તેની સામે જંગલોમાં વધુને વધુ વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે.સાથે જ જિલ્લામાં ગામડાઓમાં પણ વૃક્ષોનું પ્રમાણ વધ્યું છે સુરત જિલ્લા વન વિભાગના ડી.સી.એફ આનંદ કુમારે કહ્યું કે સુરત જિલ્લામાં 49672 હેક્ટરમાં જંગલ ફેલાયેલું છે,જેમાં જંગલના વિસ્તરણ માટે વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવતા હોય છે.તેની સામે ગામડાઓમાં પણ લોકોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે.સુરત જિલ્લાના લોકો વન વિભાગની અલગ અલગ યોજનાઓ લાભનો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે જેમાં સૌથી વધુ ઓલપાડ કામરેજ અને પલસાણાનો થાય છે.આ યોજનાઓમાં ફાર્મ ફોરેસ્ટ યોજના,વિકેન્દ્રિત નર્સરી યોજના,ગ્રામવન યોજના,સામાજિક વનીકરણ યોજના અને વનમહોત્સવ યોજનાનો સમાવેશ થાય છે.દર વર્ષે 400 હેકટર જેટલુ વાવેતર થાય છે.અને ગ્રામજનોને રાહતદરે છોડવાઓ અને રોપાઓ આપવામાં આવે છે. જ્યારે જંગલોમાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવતા હોય છે તેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે.

સુરત વન વિભાગ દ્વારા મુખ્યત્વે નીચેની પ્રજાતિના રોપાઓનું વાવેતર જંગલોમાં કરવામાં આવ્યું છે.

(1) ઇમારતી : સાગ, સીસમ, હલદુ, કલમ, સીરસ

(2) ફળાઉ : સીતાફળ, કાજુ, ટીમરૂ, બીલી, મહુડો

(3) ગૌણ વન પેદાશ : બેડા, હરડે, આશન, સેવન, કડાયો, આમળા

(4) ઔષધિય : સતાવરી, અર્જુન, સાદડ

(5) જલાઉ : કાકડ, મોદલ, ખાખર, કુડી

(6) અન્ય: પતરાળી, કિલાઈ, ઉંભ, કુસુમ, આસન, આસિત્રા

નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવાયો
વેપારીઓના ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત 7 ઓક્ટોબર કરાઈ
સરકાર મંદિરો પર કબજો છોડે નહીં તો ખેડૂતો જેવું આંદોલન કરીશું : સાધુ-સંતો
સુરત જિલ્લા LCBએ બારડોલીના હિદાયત નગર પાસેથી 76 હજારનો દારૂ પકડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article વાપી હાઇવે પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને અભયદાન અપાવ્યું : ત્રણ આરોપી પકડાયા
Next Article ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up