સુરત : વીમાદારના પુત્રની ચેસ્ટની બિમારીની સર્જરીનો ક્લેઈમ કોસ્મિટીક સર્જરી ગણાવીને વીમા કંપનીએ નકાર્યો હતો વીમાદારના મેડી ક્લેઈમ ખોટા કારણો આગળ ધરીને નકારનાર વીમા કંપનીને અનફેર ટ્રેડ પ્રેકટીશ બદલ વીમાદારને વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.69,151 વળતર તથા અરજી ખર્ચ,હાલાકી બદલ કુલ રૃ.5 હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી. મેખિયા તથા સભ્યો પુર્વીબેન જોશી,ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.
મોટા વરાછા ખાતે ક્રિષ્નાટાઉનશીપમાં રહેતા ફરિયાદી નવનીત ગોકળ છત્રાલા પોતાના તથા પરિવારના સભ્યોની કુલ રૃ.5 લાખના સમએસ્યોર્ડ ધરાવતી ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં હોવા દરમિયાન તા.12-2-2021ના રોજ ફરિયાદી વીમાદારના પુત્રને છાતીમાં દુંઃખાવો થતાં સત્યમ હોસ્પિટલના ડૉ.નરેશ ચોવટીયા પાસે સર્જરી કરાવી હતી.જેનો કુલ ખર્ચ રૃ.69,151 થતાં ફરિયાદીએ વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપનીએ ફરિયાદીની સારવારને કોસ્મેટીક સર્જરી કરાવી હોવાનું અર્થઘટન કરીને પોલીસી શરતના ભંગ બદલ ક્લેઈમ નકારી કાઢતા નરેશ નાવડીયા મારફત ગ્રાહક કોર્ટમાં ધા નાંખી હતી. સુનાવણી બાદ કોર્ટે ઉક્ત હુકમ કર્યો હતો.

